રાજકોટ : શહેરના મહિલા પોલીસ મથકમાં વધુ એક પરિણીતાએ પોતાના જ પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાની ફરિયાદ નોંધાવી છે. તો સાથે જ પોતાના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે ત્રાસ આપતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે
રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં કામીની ( નામ બદલાવેલ છે ) નામની પરિણીતાએ પોતાના જ પતી બીપીન હિંમતભાઈ પરમાર, સસરા હિંમતભાઈ પરમાર તેમજ સાસુ ઉષાબેન પરમાર વિરુદ્ધ આઈપીસીની કલમ 498(ક), 323, 504 અને 114 મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો -
રાજકોટમાં અનોખો કિસ્સો : 'હમને ઘર છોડા હૈ.....', પરિવારને તરછોડી સવારે પ્રેમિકા ભાગી, સાંજે પ્રેમિકાને છોડી પ્રેમી ભાગી ગયો
મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કામિનીએ જણાવ્યું છે કે, મારા લગ્ન આજથી ચાર વર્ષ પૂર્વે થયા હતા. લગ્ન જીવન શરૂ થયાના થોડા સમય બાદ જ મારા પતિ સહિત મારા સાસરિયા પક્ષના લોકોએ મને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્નનો થોડા સમય વીત્યા બાદ મારા પતિએ મને કહ્યું હતું કે આ ઘર મારું છે. જો તારે આ ઘરમાં રહેવું હોય તો તારે તારું કમાઈને ખાવું પડશે, નહિતર તું તારા માવતરે જઈ શકે છે. તો બીજી તરફ મારા સાસુ-સસરા પણ ઘણી વખત મને મેણાં ટોણા મારતા કહેતા હતા કે તને ઘરકામ કરતાં જ નથી આવડતું.
આ પણ વાંચો -
રાજકોટમાં કુંવારી માતાનો અજીબો ગરીબ કિસ્સો : હોસ્પિટલમાં યુવતીનો ખુલાસો સાંભળી પોલીસ પણ ચોંકી
કામિનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા સાસરિયા પક્ષના લોકો ભેગા મળીને નાની નાની વાતમાં મારી સાથે ઝઘડો કરતા હતા. મારા પિયર પક્ષના લોકોને તેમજ મને અપશબ્દો બોલીને માનસિક ત્રાસ ગુજારતા હતા. તો સાથે જ મારા પતિ અને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તે મારામાં તેમજ ઘરમાં ધ્યાન આપતા નહોતા. જેના કારણે મેં મારા સાસુ સસરાને વાત કરતા તેઓ ઉશ્કેરાઈને મને કહ્યું હતું કે તું જ કામ સરખું નહીં કરતી હોય એટલે તો એ બીજી સ્ત્રી પાસે જાય છે.