રાજકોટમાં દર્દનાક ઘટના : પ્રેમમાં અંધ માતાએ પ્રેમી સાથે મળી પાંચ વર્ષના બાળકની હત્યા કરી દાટી દીધો

રાજકોટમાં દર્દનાક ઘટના : પ્રેમમાં અંધ માતાએ પ્રેમી સાથે મળી પાંચ વર્ષના બાળકની હત્યા કરી દાટી દીધો
પ્રેમમાં અંધ માતાએ પાંચ વર્ષના બાળકની કરી હત્યા

માતાએ પ્રેમી સાથે મળી પાંચ વર્ષના પુત્રને ઝેરી દવા ખવડાવી હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે. લાશ ગોંડલ પાસે દફનાવી દીધી

  • Share this:
રાજકોટ : શહેરમાં માતાએ પ્રેમી (Lover) સાથે મળી પાંચ વર્ષના પુત્રને ઝેરી દવા ખવડાવી હત્યા કરી નાંખી હોવાનો બનાવ સામે આવ્યો હતો. માતા (Mother)એ અને તેના પ્રેમીએ પુત્રને ગોંડલ પાસે દફનાવી દીધો હતો. ત્યારે રાજકોટ આજીડેમ પોલીસે ગોંડલ પહોંચી દફનાવેલી બાળકની લાશને (Child Murder) જમીનમાંથી બહાર કાઢી હતી. ત્યારે માસુમ બાળકને જે હાલતમાં મોતને ઘાટ ઉતારી દીધો હતો તે હાલત જોઈ પ્રત્યક્ષદર્શી ઓએ જનેતા અને તેના પ્રેમી વિરુદ્ધ ફિટકાર વરસાવ્યો હતો.

પોલીસે બાળકની દફનાવેલી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. ત્યાર બાદ બાળકની લાશને અંતિમ સંસ્કાર માટે તેના પરિવારજનોને સોંપવામાં આવશે. જ્યારે કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ આજીડેમ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી આરોપી માતા અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવશે.શું બન્યો હતો બનાવ

રાજકોટ શહેરમાં માતાએ પ્રેમી સાથે મળી પાંચ વર્ષના પુત્રને ઝેરી દવા ખવડાવી હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે. લાશ ગોંડલ પાસે દફનાવી દેવામાં આવી હોવાનું અજાણ્યા શખ્સે અરજીમાં જણાવ્યું છે.

આ પણ વાંચોરાજકોટ : જનેતા બની જમ, પ્રેમમાં આડખીલી પાંચ વર્ષના પુત્રની પ્રેમી સાથે મળી કરી હત્યા, કેવી રીતે ખુલ્યું રહસ્ય?

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના માંડા ડુંગર વિસ્તારમાં રહેતી હંમેશા નામની યુવતીના લગ્ન ગોંડલમાં રહેતા હિતેશ સાથે થયા હતા. ગત ફેબ્રુઆરી મહિનામાં હંમેશા પોતાના પિયર રાજકોટ માંડા ડુંગર ખાતે આવી હતી. આ સમયે તેના મુન્ના નામના પ્રેમીને અવારનવાર મળતી હતી. પરંતુ અમિષા અને મુન્નાના પ્રેમસંબંધમાં વચ્ચે આવતો હતો તેનો પાંચ વર્ષનો પુત્ર. જેના કારણે અમીષાએ પોતાના પાંચ વર્ષના બાળકને પતાવી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. જે ષડયંત્ર ના ભાગરૂપે ગત ફેબ્રુઆરી મહિનામાં હંમેશા એ પોતાના પુત્ર ને ઝેરી ટીકડા ખવડાવી તેની હત્યા કરી નાખી હતી. બાદમાં લાશને રાજકોટમાં દફન કરવામાં આવે તો સગા સંબંધીઓને જાણ થઈ જશે જેના કારણે પોતાના પ્રેમી મુન્ના સાથે મળીને બાળકની લાશ ને ગોંડલ લઈ જઈ ત્યાં દફનાવી હતી.

આ પણ વાંચોરાજકોટમાં તબીબી જગતનો ચોંવનારો કિસ્સો : Doctor પતિના કારણે ડેન્ટિસ્ટ પત્નીએ કરી આત્મહત્યા

ઘટનાને દોઢેક મહિના જેટલો સમય વિતી ગયો હશે ત્યારે અજાણી વ્યક્તિએ ગોંડલ પોલીસને અરજી કરી હતી. જે અરજીમાં અમીષાએ તેના પાંચ વર્ષના પુત્રની પ્રેમી માટે હત્યા કરી હોવાનું અને લાશને ગોંડલ પાસે દાટી દીધા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ગોંડલ પોલીસને મળેલ નામી અરજીના સંદર્ભે તેમણે હંમેશાં એ મુન્ના સહિતના શખ્સોની પુછપરછ કરી હતી.
Published by:kiran mehta
First published:April 11, 2021, 00:41 am

ટૉપ ન્યૂઝ