રાજકોટ : હથિયારના સોદાગર હકુભા સહિત બે સાગરિતોની ધરપકડ, જાણો ક્યાંથી લાવતા હતા હથિયારો

રાજકોટ : હથિયારના સોદાગર હકુભા સહિત બે સાગરિતોની ધરપકડ, જાણો ક્યાંથી લાવતા હતા હથિયારો
ગેરકાયદેસર હથિયારનો ધંધો કરનારા ઝડપાયા

આરોપી અનિરુદ્ધ સિંહ ઉર્ફે હકુભા વિરુદ્ધ સાત જેટલા ગુના સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ શહેરમા નોંધાઈ ચુક્યા છે.

  • Share this:
રાજકોટ : શહેર ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા સૌરાષ્ટ્ર (Saurastra)માં ગેરકાયદેસર હથિયાર(Illegal weapons)ની સપ્લાય કરતા રીઢા ગુનેગાર અને તેના સાગરિતોને ઝડપી પાડવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બે પિસ્ટલ, બે દેશી બનાવટના કટ્ટા અને છ કારતૂસ સહિત કુલ 66000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર પોલીસ (Rajkot Police) તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર મામલે જે આરોપીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. તે ગેરકાયદેસર હથિયારો મોટા ભાગે પરપ્રાંતીય શખ્સો મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવતા હોવાનું ખુંલવા પામતું રહ્યું છે.ત્યારે ગેરકાયદેસર હથિયારના ગોરખ ધંધા પર રોક લગાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ સહિતના જુદાજુદા પોલીસ સ્ટેશનના થાણાના અમલદારોને આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરતા રીઢા ગુનેગારો સહિત કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચોસુરત : '... પપ્પા-મમ્મી હું પાછી તમારા ઘરે જન્મ લઈશ', શિક્ષિકાએ સુસાઈડ નોટમાં જણાવ્યું આપઘાતનું કારણ

સમગ્ર મામલે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ યુ.બી જોગરાણા અને તેમની ટીમના સંતોષભાઈ મોરી જયંતીભાઈ ગોહિલ તથા કરણભાઈ મારું એ બાતમી મળી હતી કે, રાજકોટ અમદાવાદ હાઈવે તરઘડીયા ગામ ના બસ સ્ટેન્ડ પાછળ અનિરુદ્ધસિંહ ઉર્ફે હકુભા શિવુભા ઝાલા, મેહુલસિંહ અગરસંગ ભાઈ મસાણી, રામજીભાઈ ગોકળભાઈ આલ નામના આરોપીઓ પાસે ગેરકાયદેસર હથિયારનો જથ્થો પડ્યો છે. જે બાબતની ચોક્કસ બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો મારતા ત્રણેય આરોપીઓ ઘટના સ્થળથી ઝડપાઇ ગયા હતા.

અનિરુદ્ધ સિંહ ઉર્ફે હકુભા ગેરકાયદેસર હથિયાર ના લે-વેચનો ધંધો કરે છે. જે મધ્ય પ્રદેશ રાજ્યના મનાવર ગામથી બલવંત ઉર્ફે બલુ સરદારજી નામના માણસ પાસેથી ગેરકાયદેસર હથિયાર તથા કાર્ટીઝ લઈ આવી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર હથિયાર નો ધંધો કરી આર્થિક લાભ મેળવે છે.

આ પણ વાંચોVIDEO: કોરોના ટેસ્ટને લઈ યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, એક કલાક રેલવે સ્ટેશન પર કર્યો હંગામો

હાલ આ ગુનાના કામે મધ્ય પ્રદેશ રાજ્યનો બલવંત ઉર્ફે બલુ સરદારજી ની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપી અનિરુદ્ધ સિંહ ઉર્ફે હકુભા વિરુદ્ધ સાત જેટલા ગુના સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ શહેરમા નોંધાઈ ચુક્યા છે. અનિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લામાં નકલી નોટ તેમજ બે વખત જુગારના ગુનામાં પકડાયેલ છે. મોરબીમાં ગેરકાયદેસર હથિયાર ના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. જ્યારે કે રાજકોટ શહેરના બી ડિવિઝન અને કુવાડવા પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા જુગાર ના ગુનામાં પકડાઇ ચૂક્યો છે.
Published by:kiran mehta
First published:April 22, 2021, 16:12 pm

ટૉપ ન્યૂઝ