Home /News /kutchh-saurastra /રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

વાયરલ થયેલા વીડિયોમાં જે વ્યક્તિ ફાયરિંગ કરી રહ્યો છે તેનું નામ અજયરાજ સિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે. 

Rajkot news: વાયરલ થયેલા વીડિયોમાં જે વ્યક્તિ ફાયરિંગ કરી રહ્યો છે તેનું નામ અજયરાજ સિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે. અજયરાજ સિંહ જાડેજા સહિત 5 વ્યક્તિઓએ વર્ષ 2017માં ગોંડલ તાલુકાના મેસપર ગામે રાજકોટ શહેરના ભૂતપૂર્વ એસીપી ભરત રાઠોડના કમાન્ડો તરીકે ફરજ બજાવનાર નરેન્દ્રસિંહ જાડેજાની હત્યા કરી હતી.

વધુ જુઓ ...
રાજકોટઃ છેલ્લા ચાર દિવસથી રાજકોટ (Rajkot) સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બર્થડે પાર્ટીનો (Birthday Party) એક વીડિયો વાયરલ (viral video) થયો છે. જે વીડિયો ચર્ચાતી વાતો મુજબ રાજકોટ શહેરનું હોવાનું જણાતું હતું. જેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા વાયરલ થયેલ વીડિયો મામલે તપાસ કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની (Rajkot crime branch) પોલીસ તપાસમાં વાયરલ થયેલ વીડિયો રાજકોટ શહેરનો નહીં પરંતુ જામનગરનો (Jamnagar) હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલ વીડિયોમાં જે વ્યક્તિ ફાયરિંગ કરી રહ્યો છે તેનું નામ અજયરાજ સિંહ જાડેજા (Ajayraj sinh jadeja) હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના (Rajkot crime branch) પોલીસ ઈન્સ્પેક્ટર  વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, વાયરલ થયેલો વીડિયો રાજકોટ શહેરનો નહીં પરંતુ જામનગરનું હોવાનું સામે આવ્યું છે. તેમજ વાયરલ થયેલ વીડિયો છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જામનગરમાં 4 વર્ષ પહેલાં સ્ટાર્ટરથી ફાયરીંગ થયેલું છે. જે બાબતે અગાઉ જામનગર પોલીસે તપાસ પણ કરી લીધેલી છે. તે પ્રકારની હકીકત સામે આવી છે. વાયરલ થયેલા વીડિયોમાં જે વ્યક્તિ ફાયરિંગ કરી રહ્યો છે તેનું નામ અજયરાજ સિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ-માલકિનની શરમજનક કરતૂત! નોકરાણીને મહેમાનો સાથે સંબંધ બાંધવા કરતી મજબૂર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ-બેવફા પત્નીનો ફૂટ્યો ભાંડો! પતિએ કરાવી લીધી હતી નસબંધી, આમ છતાં પત્ની થઈ ગર્ભવતી, પતિએ કરી પત્નીની નિર્મમ હત્યા

આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

અજયરાજ સિંહ જાડેજા સહિત 5 વ્યક્તિઓએ વર્ષ 2017માં ગોંડલ તાલુકાના મેસપર ગામે રાજકોટ શહેરના ભૂતપૂર્વ એસીપી ભરત રાઠોડના કમાન્ડો તરીકે ફરજ બજાવનાર નરેન્દ્રસિંહ જાડેજાની હત્યા કરી હતી.  જે બાબતે કોર્ટે બે દિવસ પૂર્વે જ બાળ આરોપી ને બાદ કરતા ચાર જેટલા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.



આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે તેમાં આરોપી તરીકે રાજેન્દ્રસિંહ જાડેજા, માધુભા જાડેજા, મયુર સિંહ જાડેજા તેમજ ક્રિપાલસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે કે વર્ષ 2017માં બનાવ સમયે અજયરાજ સિંહ જાડેજા બાળ આરોપી હોઈ જેથી તેનો કેસ બાળ અદાલતમાં ચાલી રહ્યો છે.
Published by:ankit patel
First published:

Tags: ગુજરાત, રાજકોટ, વાયરલ વીડિયો

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन