રાજકોટમાં મંગળવાર બન્યો 'અમંગળ: યુવાન 50 મીટર ઢસડાયો, કમકમાટીભર્યા મોતનો Live Video

રાજકોટમાં મંગળવાર બન્યો 'અમંગળ: યુવાન 50 મીટર ઢસડાયો, કમકમાટીભર્યા મોતનો Live Video
અકસ્માત સીસીટીવી વીડિયો

જીલ્લામાં મંગળવાર વાહનચાલકો માટે અમંગળ સાબિત થયો છે. રાજકોટ જિલ્લામાં અકસ્માતના બે જેટલા બનાવો બન્યા છે. ત્યારે બંને અકસ્માતમાં બે જેટલી વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો

  • Share this:
રાજકોટ : જીલ્લામાં મંગળવાર વાહનચાલકો માટે અમંગળ સાબિત થયો છે. રાજકોટ જિલ્લામાં અકસ્માતના બે જેટલા બનાવો બન્યા છે. ત્યારે બંને અકસ્માતમાં બે જેટલી વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે જેતપુર ખાતે બનેલી અકસ્માતની ઘટનાના લાઇવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

મંગળવાર ના રોજ અકસ્માતનો પ્રથમ બનાવ જેતપુરના તત્કાલ હનુમાન ચોકડી પાસે બન્યો હોવાનું સામે આવ્યું હતું. જેતપુરના તત્કાલ હનુમાન ચોકડી પાસે મોટરસાયકલ અને ઇકો કાર વચ્ચે પણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ધોરાજીના મહમદભાઇ જુનેદ ભાઈ કુરેશી નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કે અન્ય યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને જુનાગઢ ખાતે હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર બને યુવાનો ધોરાજીના રહેવાસી છે. ત્યારે બને યુવાનો જેતપુર એચ.એચ રોડવેઝમા કામ કરે છે. જે માટે બને યુવાનો ધોરાજી થી દરરોજ જેતપુર અપડાઉન કરતા હતા. ત્યારે અકસ્માતની ઘટનાના cctv ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે.

આ પણ વાંચો - રાજકોટ: અકસ્માતમાં દંપતી ખંડિત , પતિની નજર સામે પત્નીનું કમકમાટી ભર્યું મોત, ટ્રકનું વ્હીલ મહિલા પર ફરી વળ્યું

તો બીજો અકસ્માતનો બનાવ ગોંડલ શહેરની મધ્યમાંથી પસાર થતાં જેતપુર રોડ પર નો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર રોડ ઉપર ત્રણ ખૂણીયા પાસે ટ્રકે મોટરસાઇકલ ને અડફેટે લેતા વૃદ્ધ મહિલાનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક માનવતા નેવે મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. ત્યારે ઘટના સ્થળ પર પહોંચેલી ગોંડલ પોલીસે ટ્રાફિક કલીયર કરાવ્યો હતો. તો સાથેજ ત્યાર બાદ જરૂરી પંચનામા ની કાર્યવાહી કર્યા બાદ લાશ ને પીએમ અર્થે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.પોલીસ તપાસમાં મૂળ ગોંડલ તાલુકાના મોવિયા ગામના વતની અને હાલ રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં પોતાના પુત્રોની સાથે રહેતા મગનભાઈ ભાલાળા તેમના પત્ની નર્મદાબેન સાથે છેલ્લા ત્રણ દિવસથી મોવિયા ગામ આવ્યા હતા. ત્યારે કોઈ કામ સબબ તેઓ ગોંડલ આવ્યા હતા. ત્યારે અકસ્માત જેવી દુર્ઘટના તેમના સાથે થવા પામી હતી.

આ પણ વાંચોલુણાવાડા-સંતરામપુર હાઈવે પર કરૂણ અકસ્માત, એક જ પરિવારના ચારને કારે હવામાં ફંગોળ્યા, ચારેના મોત

ઉલ્લેખનીય છે કે જેતપુર રોડ ઉપર વ્યાપક પ્રમાણમાં દબાણો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ આડે ત્રણ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ચૂકી છે. ત્યારે નાના અકસ્માતોની સંખ્યા અડધી સદીએ પહોંચવા પામી છે. જ્યારે કે મોટા અકસ્માતોમાં તેથી પણ વધુ માનવ જિંદગી હોમાઇ ચૂકી છે. આમ સતત વધતા અકસ્માતોના કારણે રોડ ઉપર ટ્રાફિક પોલીસ સતત પેટ્રોલિંગ કરે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.
Published by:kiran mehta
First published:March 03, 2021, 00:28 am

ટૉપ ન્યૂઝ