રાજકોટમાં કરૂણ ઘટના: 3 વર્ષનું બાળક 5મા માળેથી પટકાતા કમકમાટીભર્યું મોત, ઘટના CCTV Videoમાં કેદ?

રાજકોટમાં કરૂણ ઘટના: 3 વર્ષનું બાળક 5મા માળેથી પટકાતા કમકમાટીભર્યું મોત, ઘટના CCTV Videoમાં કેદ?
રાજકોટમાં ત્રણ વર્ષનું બાળક પાંચમા માળેથી નીચે પટકાતા મોત

ઘરમાં હસતા-ખેલતા નિર્દોષ માસૂમનું અચાનક મોત થતા માતા-પિતાનો કલ્પાંત જોઈ ભલભલાની આંખો ભરાઈ જાય. સમગ્ર ફ્લેટમાં શોકમય વાતાવરણ સર્જાઈ ગયું

  • Share this:
રાજકોટ : શહેરમાં બિલ્ડીંગના પાંચમાં માળેથી ત્રણ વર્ષના બાળકનું પટકાતા મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા માલવિયાનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટના ફ્લેટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

રાજકોટ શહેરમાં ફરી એક વખત માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજનગર ચોક નજીક આવેલા ગાયત્રી સ્ક્વેર નામના એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા ખડગભાઈ સોમદનો ત્રણ વર્ષનો પુત્ર કુબેર પાંચમા માળેથી પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. પાંચમા માળેથી બાળક પટકાયાની જાણ થતાં આસપાસના લોકો ટોળે વળી એકઠા થઇ ગયા હતા.એકઠા થયેલા લોકોમાંથી કેટલાક લોકોએ માનવતા દર્શાવી બાળકને સારવાર અર્થે તાકીદે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવતા બનાવ અંગે ની જાણ માલવિયા નગર પોલીસને કરવામાં આવી હતી. ત્યારે ઘટનાની જાણ થતા માલવિયા નગર પોલીસ ના પીએસઆઇ બિ.બિ. રાણા સહિતના સ્ટાફ દ્વારા ઘટના અંગે જરૂરી નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોકચ્છ: હવસખોરીની તમામ હદ પાર, વૃદ્ધે વાછરડી સાથે કર્યું ના કરવાનું કામ, CCTV Videoથી ફૂટ્યો ભાંડો

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક કુબેરના પિતા પોતાના પરિવાર સાથે 10 દિવસ પૂર્વે જ બિલ્ડિંગ માં રહેવા આવ્યા હતા. આજરોજ ખડગભાઇ બિલ્ડિંગ માં નીચે ચોકીદાર તરીકે ફરજ બજાવતાં હતા. આ સમયે તેમની પત્ની રસોઈ બનાવતી હતી. તે સમયગાળા દરમિયાન તેમનો પુત્ર કુબેર રમતા રમતા અચાનક પાંચમા માળેથી નીચે પટકાયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી સીસીટીવી વીડિયો પોલીસ પાસે આવ્યો નથી. પોલીસ સીસીટીવી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ટુંક સમયમાં સીસીટીવી સામે આવતા ઘટના કેવી રીતે સર્જાઈ તે સામે આવશે.

આ પણ વાંચો - મોરબી : પુત્રએ માતાને નીચે પટકી સાવરણીથી માર મારવાનો મામલો, પોલીસે પુત્રની શાન ઠેકાણે લાવી દીધી - Video

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં આ અગાઉ એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. જે કિસ્સામાં માતા પોતાના બાળકને રાત્રીના સમયે સ્તનપાન કરાવતી હતી. આ સમયે બાળક સ્તનપાન કરી રહ્યું હતું. જે સમયે માતાને નીંદર આવતા તે પોતાના બાળકની બાજુ પડખું ફરી હતી. જેના કારણે બાળક દબાઈ જતાં તે શ્વાસ લેવા લાગ્યું હતું. તેમજ દૂધ પણ શ્વાસનળી માં હતું રહેતા તે ફેફસાં સુધી પહોચ્યું હતું. જેના કારણે બાળકનું હ્રદય અને ફેફસાં બંધ પડી જતાં તેનું મોત નિપજ્યું હતું.
Published by:kiran mehta
First published:May 12, 2021, 20:19 pm

ટૉપ ન્યૂઝ