Home /News /kutchh-saurastra /

સ્ટિંગ મુદ્દે નરશી પટોડિયાએ પાઠવી નોટિસ, પરિવાર સાથે આત્મહત્યાની ચીમકી

સ્ટિંગ મુદ્દે નરશી પટોડિયાએ પાઠવી નોટિસ, પરિવાર સાથે આત્મહત્યાની ચીમકી

નરશી પટોડિયા

કોંગ્રેસે દાવો કર્યો હતો કે ફોર્મ પરત ખેંચવા માટે સ્કૂલના એક મહિલા પાત્રને લઈને નરશી પટોડિયા પર દબાણ લાવવામાં આવ્યું હતું.

    હિરેન માત્રાવાડિયા, રાજકોટ: રાજકોટમાં આયોજીત મહાનગર પાલિકાની વોર્ડ નંબર 13ની પેટા ચૂટણી પહેલાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા નેતા નરશી પટોડિયાએ સ્ટિંગના મુદ્દે કોંગ્રેસને નોટિસ પાઠવી છે. નરસી પટોડિયાએ નોટીસ આપી કોંગ્રેસને જણાવ્યું છે કેતેઓ આઠ દિવસમાં આક્ષેપ પાછો ખેચે નહીંતર રૂપિયા એક કરોડનો બદનક્ષીનો દાવો કરશે. આ સાથે જ નરશી પટોડિયાએ કોંગ્રેસને ચીમકી આપી છે કે જો તેઓ સ્ટિંગ અંગે ખુલાસો નહીં આપે તો પોતે પરિવાર સાથે આત્મહત્યા કરશે.

    રાજકોટમાં વોર્ડ નંબર-13ની પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસના ઉમેદવાર નરશી પટોડિયા ફોર્મ પરત ખેંચી અને ભાજપમાં જોડાઈ ગયા હતા. આ મુદ્દે કોંગ્રેસે એક સ્ટિંગ ઓપરેશનની સીડી જાહેર કરીને આક્ષેપ મૂક્યો હતો કે નરશી પર ભાજપ તરફથી એક મહિલા સાથેના સંબંધને લઈને સેક્સ સીડી જાહેર કરવાનું દબાણ કર્યું છે. કોંગ્રેસના શહેર પ્રમુખ અશોક ડાંગરે એક પત્રકાર પરિષદ યોજીને આ સીડીના ડરથી નરશી ભાજપમાં જોડાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.

    આ ઘટનાના બે દિવસ બાદ નરશી પટોડિયાએ કોંગ્રેસ સામે બદનક્ષીનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી નોટિસ પાઠવવામાં આવી છે.

     
    First published:

    Tags: Narshi Patodiya, Sex cd, કોંગ્રેસ, ભાજપ, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन