Home /News /kutchh-saurastra /

રાજકોટ : સાત જન્મો સાથ નિભાવવાનું વચન આપનારો પતિ જ નીકળ્યો હત્યારો, લાકડીના ઘા ઝીંકી કરી પત્નીની હત્યા

રાજકોટ : સાત જન્મો સાથ નિભાવવાનું વચન આપનારો પતિ જ નીકળ્યો હત્યારો, લાકડીના ઘા ઝીંકી કરી પત્નીની હત્યા

મૃતક પત્ની અને આરોપી પતિ

કુવાડવાથી ગુંદા ગામ તરફ જવાના રસ્તે બાવળની ઝાડીમાં એક મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી, પતિએ જણાવ્યું કેમ અને કેવી રીતે કરી પત્નીની હત્યા?

રાજકોટ : શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પૂર્વે કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે કોહવાયેલી હાલતમાં મળી આવેલા મામલે પોલીસે તપાસ કરતાં મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં ફરી એક વખત સંબંધોનું થવા પામ્યું છે. સાત જન્મ સાથે રહેવાના વચન આપનાર પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. News18 ગુજરાતી સાથેની વાતચીતમાં કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એન ચુડાસમાએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ વહેલી સવારે કુવાડવા થી ગુંદા ગામ તરફ જવાના રસ્તે બાવળની ઝાડીમાં એક મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

આ બાબતની જાણ થતાં તાત્કાલિક અસરથી કુવાડવા પોલીસ તેમજ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળ પર પહોંચેલી 108 ની ટીમ દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પીએમ રિપોર્ટમાં મહિલાના પગના તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચોઆણંદ : મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો, 'મિત્ર હાથમાં કિમતી કડું પહેરતો, દેવું ચૂકવવા કરી હત્યા'

બીજી તરફ મૃતકની ઓળખ કરવાની બાકી હતી જે બાબતે કુવાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા મૃતક મંજુલાબેન વસાવા હોવાનું ખુલ્યું હતું. જે બાબતની પૂછપરછ જ તેના પતિ ભરતભાઈ વસાવા ન કરતા સૌપ્રથમ તો તેણે પોતાની પત્ની ગુમ થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું. જોકે બાદમાં પોલીસે સઘન પૂછપરછ કરતા ભરતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જમવા બાબતે તેની અને તેના પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડા અંતર્ગત પત્નીએ પતિને ગાળો આપતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો જે બાદ તેને લાકડીથી માર માર્યો હતો.

આ પણ વાંચોતાપી: આડાસંબંધ માટે ચેતવણીરૂપ કિસ્સો, સાસુએ 3 લાખની સોપારી આપી જમાઈની હત્યા કરાવી દીધી

ત્યારે હાલ સમગ્ર મામલે કુવાડવા પોલીસે આરોપી ભરત વસાવા વિરૂદ્ધ આઇપીસી ની કલમ 302 હેઠળ ગુનો નોંધી વધુ પુરાવા એકત્ર કરવા કાર્યવાહી હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Rajkot murder, Rajkot News, Wife Murder

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन