Home /News /kutchh-saurastra /

રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ કચરાના નિકાલની વ્યવસ્થા જોવા સિંગોપોર ફરી આવ્યાં!

રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ કચરાના નિકાલની વ્યવસ્થા જોવા સિંગોપોર ફરી આવ્યાં!

પ્રતિકાત્મક તસવીર

  રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘન કચરાના નિકાલ માટે ગુજરાત સરકારનના “વેસ્ટ ટુ એનર્જી પોલીસી-૨૦૧૬” અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે એબેલોન ક્લિન એનર્જી પ્રા.લિ. તથા કેપેલ સેગર્સના જોઇન્ટ વેન્ચરથી સિંગાપોર ખાતે ચાલતા “વેસ્ટ ટુ એનર્જી” પ્લાન્ટની રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી તથા અધિકારીઓ દ્વારા મુલાકાત લઇ આવ્યા અને પ્રજાના પૈસે ફરી આવ્યાં. છેલ્લા એક દાયકાથી રાજકોટ મહાનગરપાલિકા ઘન કચરાના નિકાલની વૈજ્ઞાનિક પદ્દતિથી નિકાલ કરી શકી નથી.

  સિંગાપોરના પ્રવાસ વિશે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ જણાવે છે કે, આ કામની એજન્‍સીનો ચાલુ કામગીરીવાળો સિંગાપોર ખાતે કાર્યરત્ત "વેસ્ટ ટુ એનર્જી" માટેના વર્લ્ડ ક્લાસ પ્લાન્ટની મુલાકાત લઇ તેની વિવિધ ટેકનિકલ અને અન્ય મહત્વપૂર્ણ બાબતોનો અભ્યાસ કર્યો હતો. મહાનગરપાલિકાના પ્રતિનિધિ મંડળમાં સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભૂતપૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, પર્યાવરણ ઈજનેર એન.આર.પરમાર વગેરે ગયા હતા.

  પુષ્કર પટેલે વધુમાં જણાવ્યું છે કે, “એજન્સી દ્વારા સ્થળ મુલાકાત માટે ખુબ સહયોગ પૂર્ણ વાતાવરણમાં પ્લાન્ટની કામગીરીનું નિર્દશન કરાવવામાં આવેલુ છે.. સૌ પ્રથમ એજન્સી દ્વારા ટેકનિકલ કામગીરીનું તથા પ્લાન્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતુ.. મુખ્યત્વે આ કામગીરીમાં શહેરમાંથી એકઠો કરેલા કચરાને પ્લાન્ટ ખાતે લાવી, તેમાંથી ભેજ ઉડે તેવી પ્રક્રિયા કરી, આવા કચરાને બોઈલરમાં બાળવામાં આવે છે. જેમાંથી ગેસનું ઉત્પાદન થાય છે. આવા ગેસમાંથી જે ઝેરી ગેસ હોય તેનું વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરી, ટર્બાઈન મારફત વીજ શક્તિમાં રૂપાંતર કરવામાં આવે છે. જે ઉત્પાદન થયેલ વીજળીને સરકારશ્રીની ગ્ર્રીડમાં ઉપયોગ અર્થે સપ્લાય કરવામાં આવે છે.”

  તેમણે ઉમેર્યુ કે, “રાજકોટમાં પણ ઘન કચરાના નિકાલ માટે નાકરાવાડી ખાતે આવેલ લેન્‍ડફીલ સાઇટ પર આવો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ઉભો કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. આ પ્રોજેક્ટ માટે હવે ગુજરાત સરકારને ’’વાયેબીલીટી ગેપ ફંડિંગ’’ બાબતમાં સરકાર તરફથી આર્થિક સહયોગ મેળવીને આ પ્લાન્ટ માટેની મહાનગરપાલિકાની પ્રક્રિયા વધુ આસાન બને તેવી આશા છે.”

  પટેલે એવો દાવો કર્યો કે, સિંગાપોર સ્થિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ૮૦૦ ટન પ્રતિ દિન વેસ્ટ પ્રોસેસીંગની ક્ષમતા ધરાવે છે. જયારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચીત પ્‍લાન્‍ટ ૬૦૦ ટન પ્રતિ દિન વેસ્ટ પ્રોસેસીંગની ક્ષમતા બનાવવામાં આવશે.જેમાં રોજ ૧૦૦ ટન જુના કચરાનો ઉપયોગ કરવામાં આવશે,જેથી જુનો જમા થયેલ કચરાનો પણ નિકાલ કરવામાં આવશે.”

  રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોએ કહ્યું કે, રાજકોટમાં નાકરાવાડી ખાતે એજન્‍સીને "વેસ્ટ ટુ એનર્જી પોલીસી-૨૦૧૬" અન્‍વયે પ્રથમ ૧૫ એકર જગ્‍યા ફાળવવામાં આવશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Officials, Returned, Singapore, મહાનગરપાલિકા, રાજકોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन