રાજકોટમાં આંબેડકર ભવનનું ટૂંક સમયમાં લોકાર્પણ: અાવી છે સુવિધાઓ

News18 Gujarati
Updated: November 28, 2018, 1:38 PM IST
રાજકોટમાં આંબેડકર ભવનનું ટૂંક સમયમાં લોકાર્પણ: અાવી છે સુવિધાઓ
ડો. બાબાસાહેબ આંબેડકર (ફાઇલ ફોટો)

સ્મારક ભવનમાં રૂ.૧.૫૦ લાખના ખર્ચે બાબાસાહેબની પ્રતિમા પણ મુકવામાં આવેલી છે. વાંચનાલયમાં રૂ.૧૦.૩૦ લાખના ખર્ચે ડૉ.બાબાસાહેબના તેમજ અન્ય મહાનુભાવોના પુસ્તકો ખરીદ કરવામાં આવેલા છે.

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારત દેશના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ.બાબાસાહેબની કાયમી સ્મૃતિ જળવાઈ તેવા હેતુથી જીલ્લા ગાર્ડન ખાતે આશરે રૂ.૧.૭૦ કરોડના ખર્ચે ડૉ.બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવનની કામગીરી પૂર્ણતાના આરે છે જેનું ટૂંક સમયમાં લોકર્પણ થશે.

રાજકોટ મહાનગરપાલિકાની એક યાદીમાં જણાવ્યા મુજબ, જીલ્લા ગાર્ડન ખાતે રૂ.૧.70 કરોડનાં ખર્ચે ડૉ.બાબાસાહેબ આંબેડકરભવન અને વાંચનાલય બનાવવમાં આવેલું છે. આ ઉપરાંત રૂ.૧૭.૭૮ લાખના ખર્ચે કમ્પાઉન્ડ હોલ, પાર્કિંગની સુવિધા આપવામાં આવેલી છે. આ સ્મારક ભવન ખુબ જ સારું બને તે માટે અધિકારીઓ અને સંબધક પદાધિકારીઓને નાગપુર ખાતે આવેલા બાબાસાહેબ જ્યાં બૌધ ધર્મ અંગીકાર કરેલ તેવી ચૈતન્ય ભૂમિની મુલાકાત માટે મોકલવામાં આવેલી. આ મુલાકાત બાદ કમિટી દ્વારા સ્મારક ભવનની એન્ટ્રીમાં કલાત્મક ગેઈટ બને તે માટે રજૂઆત કરેલી. જેના અનુસંધાને ૨૦૧૭માં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.૨૦.૫૩ લાખના ખર્ચે કલાત્મક ગેઈટ બનાવવાનું મંજુર કરવામાં આવેલો. જેની કામગીરી પણ હાલમાં પૂર્ણ થયેલી છે.

આ ઉપરાંત ભવનની સાથે વાંચનાલય સુવિધા પણ મળે તે માટે લાઈબ્રેરીમાં બાંધકામ કરવામાં આવેલી છે. આ લાઇબ્રેરીમાં જુદી જુદી સુવિધાઓ પ્રાપ્ત થઇ તે માટે રૂ.૫૧.૭૦ હજારના ખર્ચે લાઈબ્રેરી ફર્નીચર તથા અન્ય સુવિધા આપવામાં આવેલી છે. આ લાઈબ્રેરીમાં આકર્ષક ફર્નિચર સાથે ઈ-રીડીંગ માટે ઇન્ટર ઝોન, ન્યુઝપેપર સેક્શન, રીસેપ્શન/વેઇટિંગ, સ્પેશિયલ રીડીંગ રૂમ, સીડી-ડીવીડી લાઈબ્રેરી, ટોય સેક્શન, પ્રોજેક્ટર રૂમ, પી.ઓ.પી. સાથેની આકર્ષણ સીલીંગ બનાવવામાં આવેલી છે.

આ પણ વાંચો: ડો. બાબાસાહેબ આંબેડકરની દુર્લભ તસવીરો કદાચ તમે નહીં જોઇ હોય

સ્મારક ભવનમાં રૂ.૧.૫૦ લાખના ખર્ચે બાબાસાહેબની પ્રતિમા પણ મુકવામાં આવેલી છે. વાંચનાલયમાં રૂ.૧૦.૩૦ લાખના ખર્ચે ડૉ.બાબાસાહેબના તેમજ અન્ય મહાનુભાવોના પુસ્તકો ખરીદ કરવામાં આવેલા છે.

વિશેષમાં સ્મારક ભવનની મુલાકાતએ આવતા લોકો ત્યાં બેસી શકે તે માટે બાકડાઓ, ગાર્ડન, લોન વિગેરેની સુવિધા પણ કરવામાં આવેલ છે. વિશેષમાં ડૉ.બાબાસાહેબ સ્મારક ભવનમાં તેમના બચપણથી લઈને જીવનની ઝાંખી કરાવતા રૂ.૩.૬૦ લાખના ખર્ચે ચિત્રો મુકવાનું મંજુર કરવામાં આવ્યું છે.આ પણ વાંચો: આંબેડકર પણ માત્ર 10 વર્ષ સુધી જ અનામત ઇચ્છતા હતાઃ સુમિત્રા મહાજન 
First published: November 28, 2018, 1:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading