રાજકોટ: મનપામાં હોબાળો, મહિલા કોર્પોરેટર-પોલીસ વચ્ચે ચકમક, પ્રજાના પ્રશ્નો અભરાઈએ

News18 Gujarati
Updated: April 19, 2018, 4:23 PM IST
રાજકોટ: મનપામાં હોબાળો, મહિલા કોર્પોરેટર-પોલીસ વચ્ચે ચકમક, પ્રજાના પ્રશ્નો અભરાઈએ
rajkot municipal corporation,Swoosh

rajkot municipal corporation,Swoosh

  • Share this:
રાજકોટ મહાનગર પાલિકાની સામાન્ય સભા જાણે હવે હંગામા માટે મળતી હોય તેવું લાગી રહ્યુ છે. આશરે છ માસ બાદ રાજકોટ મનપાનુ જનરલ બોર્ડ મળ્યુ હતુ. પરંતુ રાજકોટ મનપાના ભવ્ય ભુતકાળની માફક આ વખતે પણ જનરલ બોર્ડમી પ્રજાલક્ષી ચર્ચાને બદલે બોર્ડ જનરલ નહી પરંતુ હોબાળાનુ બોર્ડ જ બની રહ્યુ હતુ.

બે મહિને બોર્ડ પ્રજાલક્ષી ચર્ચા અને પ્રજાની સુખાકારી માટે મળતુ હોઈ છે. પરંતુ આ બોર્ડ જાણે કે એક બિજા પર આક્ષેપો પ્રતિઆક્ષેપો માટેનો અખાડો બની ગયો હોઈ તેવુ લાગી રહ્યુ છે. આજે પણ રાજકોટ મનપાનુ જનરલ બોર્ડ મળ્યુ હતુ જો કે બોર્ડ શરૂ થાય તે પહેલા જ કોંગી મહિલા કોર્પોરેટરો અને મહિલા પોલિસ વચ્ચે આઈકાર્ડ ચેકિંગ બાબતે ઘર્ષણ થયુ હતુ.

તો ત્યારબાદ જનરલ બોર્ડ શરૂ થતાની સાથે જ કોંગી મહિલા કોર્પોરેટરોના પર્સ લઈ લિધા હોઈ તેવી બાબતો થી હોબાળો શરૂ કરવામા આવ્યો હતો. જોકે બાદમા ખબર પડી કે પર્સ તો કોઈ પોલિસ કર્મીએ લિધુ જ નહોતુ. તો ત્યારબાદ પ્રશ્નોની ચર્ચા તો જરૂર થઈ પરંતુ જેવો બોર્ડનો સમય પુર્ણ થવાનો બાકી હતો કે તુરંતુ કોંગ્રેસે હાલમા બની રહેલી રેપની ઘટનાઓ અંગે વિરોધ પ્રદર્શીત કર્યો હતો

કોંગ્રેસ કોર્પોરેટર જાગૃતિ ડાંગરે કહ્યું કે, હાલ રાજકોટ, સુરત, કુન્નવામા બળાત્કારની ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે ભાજપની સરકાર મૌન છે ત્યારે અમે પોસ્ટર બતાવી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

રાજકોટ મનપા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું કે, હાલમાજ સીટી ઈજનેર અને ચિફ એકાઉન્ટની નિમણુંક મામલે પરીક્ષા લેવામા આવી હતી. જો કે તે ભરતીમા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામા આવ્યો છે. ઈન્ટરવ્યુ સમયે નેતા વિપક્ષને રાખવા ફરજીયાત છે. જો કે મને તેમાથી બાકાત રાખવામા આવ્યો હતો.

કોંગ્રેસ કોર્પોરેટર ઘનશયામ સિંહ જાડેજાએ જણાવ્યું કે, મહાપાલિકા દ્વારા વૃક્ષોને પાણી પાવવા માટે ટેન્કરોના કોન્ટ્ર્કટ આપવામાં આવે છે. જો કે ઘણી જગ્યાએ અધિકારીઓ અને ટેન્કરના કોન્ટ્રાકટરની મિલિભગતથી વૃક્ષોને પાણી પિવડાવવામા આવતુ નથી. જેથી વૃક્ષો બળી જાય છે.ભાજપ કોર્પોરેટર નિતિન ભારદ્વાજે કહ્યું કે, કોંગ્રેસ દ્વારા બળાત્કારની ઘટનાઓને રાજકિય રંગ આપવામા આવી રહ્યો છે. અમે પણ માનિયે છીએ કે ખુબજ દુખદ ઘટના છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પણ દોષીત ને માફ નહી કરે.

છ માસ બાદ રાજકોટ મનપાનુ જનરલ બોર્ડ મળ્યુ, પરંતુ રાજકોટ મનપાના ભવ્ય ભુતકાળની જેમજ આ વખતે પણ જનરલ બોર્ડની પ્રજાલક્ષી ચર્ચાને બદલે બોર્ડ જનરલ નહી પરંતુ હોબાળાનુ બોર્ડ જ બની રહ્યુ.

રાજકોટ મનપામાં દર બે મહિને બોર્ડ પ્રજાલક્ષી ચર્ચા અને પ્રજાની સુખાકારી માટે મળતુ હોય છે, પરંતુ આ બોર્ડ જાણે કે એક બિજા પર આક્ષેપો પ્રતિઆક્ષેપો માટેનો અખાડો બની ગયો હોઈ તેવુ લાગી રહ્યુ છે.

બોર્ડ શરૂ થાય તે પહેલા જ કોંગી મહિલા કોર્પોરેટરો અને મહિલા પોલિસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જોકે પ્રશ્નોની ચર્ચા કર્યા બાદ કોંગ્રેસે હાલમા બની રહેલી રેપની ઘટનાઓ અંગે વિરોધ પ્રદર્શીત કર્યો હતો.
First published: April 19, 2018, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading