રાજકોટમાં હરાજી ફરી ફ્લોપ! હરાજીમાં કોઈએ ભાગ ન લેતા મનપાએ 1 રૂપિયામાં મિલકત ખરીદી!


Updated: February 27, 2020, 12:43 PM IST
રાજકોટમાં હરાજી ફરી ફ્લોપ! હરાજીમાં કોઈએ ભાગ ન લેતા મનપાએ 1 રૂપિયામાં મિલકત ખરીદી!
વેરા વસૂલાત ખાતાની નોટિસ.

મનપા જ્યારે કોઈ પણ હરાજી કરે અને મિલકત ખરીદી કરનાર કોઈ ન મળે ત્યારે આવી મિલકત મનપા જ ખરીદી લે છે.

  • Share this:
રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા હાલ વેરા વસૂલાત ઝૂંબેશ ચાલી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2019-20નો બાકી મિલકત વેરો વસૂલવા મિલકત સીલ, જપ્તીની નોટિસ, હરાજી તથા નળ કનેક્શન કપાત સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ત્રણેય ઝોનમાં 48 મિલકત જપ્તીની નોટિસ આપી 40 લાખની વસૂલાત કરવામાં આવી છે.

વોર્ડ નં.14માં એક મિલકતની હરરાજીમાં કોઇ ખરીદદાર નહીં આવતા વધુ એક વખત હરાજી નિષ્ફળ રહી છે. વોર્ડ નં.૧૪ માં ભક્તિનગર પાસે આવેલ 'મનસાતીર્થ એપાર્ટમેન્ટ' માં આવેલી શૉપ નં.24 ની મિલકતનો બાકી વેરો વસૂલવા આજે હરાજી કરવા આવતા આ મિલકત ખરીદનાર કોઈ આવ્યું ન હતું.ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે વોર્ડ નં.7માં રજપૂતપરા વિસ્તારમાં બાકી વેરો વસૂલવા મિલકતની હરાજી કરવામાં આવી હતી, પરંતુ મિલકત ખરીદવા માટે કોઈએ રસ ન દાખવતા તંત્રએ ટોકન દરે મિલકત ખરીદી હતી. હવે સીલ કરેલી મિલકતો કબજો એસ્ટેટ વિભાગ સંભાળશે.મનપા જ્યારે કોઈ પણ હરાજી કરે અને મિલકત ખરીદી કરનાર કોઈ ન મળે ત્યારે આવી મિલકત મનપા જ ખરીદી લે છે. જોકે, બાદમાં મિલકતધારક વ્યાજ સાથેની રકમ જમા કરાવે તો તે મિલકત પરત પણ આપી દેવામાં આવે છે. વેરા-વસૂલાત શાખા દ્વારા કુલ 48-મિલકતોને જપ્તીની નોટિસ આપી હતી. કુલ રૂપિયા 39 લાખની આવક થવા પામી છે. ઉલ્લેખનીય છે કે જે રીતે મનપા બાકીદારો સામે લાલ આંખ કરી છે જેને લઇને વેરો નહીં ભરનારા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
First published: February 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading