રાજકોટ: પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારાઓ પર મહાનગરપાલિકા ત્રાટકી, 600 કિલો પ્લાસ્ટિક જપ્ત

News18 Gujarati
Updated: August 7, 2018, 5:32 PM IST
રાજકોટ: પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારાઓ પર મહાનગરપાલિકા ત્રાટકી, 600 કિલો પ્લાસ્ટિક જપ્ત
રાજકોટ મહાનગરપાલિકા સમગ્ર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ કરનારા લોકો અને વેપારીઓ પર ત્રાટકી
News18 Gujarati
Updated: August 7, 2018, 5:32 PM IST
રાજકોટ મહાનગરપાલિકા આજે સમગ્ર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ કરનારા લોકો અને વેપારીઓ પર ત્રાટકી હતી. રાજકોટ શહેરમાં ફાકીના પ્લાસ્ટીક(પાન પીસ)ના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. આ જાહેરનામાના અમલ અર્થે પુર્વ-ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પુર્વ-ઝોનમાં આવેલ ચુનારાવાડ ચોક, પારેવડી ચોક, કુવાડવા રોડ, સર્વિસ રોડ, આડો પેડક રોડ, પાંજરાપોળ, ૮૦ ફૂટ રોડ, કોઠારીયા રોડ, પેડક રોડ, રણછોડનગર મે. રોડ વગેરે પર ફાકી પ્લાસ્ટીક(પાન પીસ) તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક્ના ઝભલા જપ્ત કરવાની ઝુંબેશ કરવામાં આવી હતી, જેમાં 510 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કર્યુ અને 38 લોકો પાસેથી 30,100 રૂપિયા વહીવટી ચાર્જ વસુલ કર્યો.

આ કામગીરી દરમ્યાન બાતમીને આધારે ચુનારાવાડ ચોકમાં આવેલા ગુરૂનાનક એજન્સીમાં ચેકીંગ કરતા ઉગ્ર વાતાવરણ વચ્ચે ખૂબ જ માથાકુટ બાદ ૫૦૦ કિ.ગ્રા. ફાકીના પ્લાસ્ટીક જપ્ત કરી અને રૂ. ૨૦,૦૦૦ નો વહિવટી ચાર્જ વસૂલ કર્યો હતો.

રાજકોટ શહેરમાં ફાકીના પ્લાસ્ટીક(પાન પીસ)ના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે


આવી જ રીતે, સેન્ટ્રલ ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા પ્રતિબંધિત પાન-માવા-ફકીનું પ્લાસ્ટિક ચેકિંગ તથા જાહેતમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે દરમ્યાન પેલેસ રોડ, રેસકોર્સ રીંગ રોડ, ગોંડલ રોડ, જંકશન રોડ, પરાબજાર રોડ, એમ.જી.રોડ, ગોકુલધામ મેઈન રોડ, ખોડીયાર નગર, ૮૦ ફૂટ રોડ પર કુલ – ૭૯ આસામીઓ પાસેથી ૩૨.૭૦૦ કી.ગ્રા. જેટલું પ્રતિબંધિત ચાના કપ, પાન-માવા-ફકીનું પ્લાસ્ટિક જપ્ત કરી રૂ ૨૬,૯૫૦નો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો.

રાજકોટના વેસ્ટઝોન વિસ્તારમાંથી પણ કુલ ૫૮ પાન માવા દુકાનો દ્વારા પાન માવા પ્‍લાસ્‍ટીક વ૫રાશ કરવામાં આવતા મુખ્યત્વે ખોડીયાર પાન, ડીલકસ પાન, શિવમ પાન, સદગુરૂ પાન, આશાપુરા પાન, અતુલ આઇસ્‍ક્રીમ ૫ટેલ આઇસ્‍કીમ, રજવાડી રાખડી, સાંકેત ફાર્મસી વગેરે પાન માવા દુકાનઘારકો પાસેથી પાન માવા માં વપરાતા 22 કિલો પ્‍લાસ્‍ટીક જપ્‍ત કરી 19,000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
First published: August 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...