રાજકોટ : ચા અને પાનમાવાની 17 દુકાનો સીલ, એસોસિએશન દ્વારા 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય


Updated: July 10, 2020, 3:49 PM IST
રાજકોટ : ચા અને પાનમાવાની 17 દુકાનો સીલ, એસોસિએશન દ્વારા 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય
ચાની કીટલીઓ પર અને પાનના ગલ્લે સઘન ચેકિંગના આદેશ

લોકોના ટોળેટોળે વળતા હોવાથી સોશિયલ ડિસ્ટન્સની ગાઇડ લાઇનનો ભંગ, રાજકોટમાં કોરોના વકર્યો તેનું કારણે ચાની કીટલી?

  • Share this:
કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ પ્રસરતું અટકે તે અને લોકોમાં જાગૃતિ પણ ફેલાય તે માટે જાહેર સ્થળોએ જનસમૂહ એકત્ર ન થાય તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચા અને પાનની દુકાનોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં 17 દુકાનો સીલ કરવામાં આવેલ છે. જેમાં એક થડાનો સમાન પણ જપ્ત કરાયો છે. ગ્રાહકો પાર્સલ લઈને જતા રહે જેનાથી ટોળા ભેગા ન થાય તે માટે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરતા ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી છે.

તો હવે ચા હોટલ એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે શનિ, રવિ અને સોમ વાર શહેરમાં ચા ની હોટલો અને લારીઓ બંધ રાખવામાં આવશે. મનપા દ્વારા જે રીતે ચા ની હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે તો સાથે જ અનેક હોટલો બંધ કરવામાં આવી છે ત્યારે ચા ના ધંધાર્થીઓએ ત્રણ દિવસ ચા ના  થડા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર અને નાયબ કમિશનર એ. આર. સિંહના માર્ગદર્શન હેઠળ આસી. મેનેજર દિપેન ડોડીયા અને વિજીલન્સ શાખાના ડીવાય.એસ.પી. આર. બી. ઝાલા અને સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચા અને પાનની દુકાનો ખાતે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  Vikas Dubey Encounter: જ્યારે ગુજરાત પોલીસની ગોળીએ નામચીન ગુંડા લતીફ અને રાજુ રિસાલદારનું એન્કાઉન્ટર થયું

જેમાં જે દુકાનોએ ગ્રાહકોના સમૂહ જોવા મળ્યા હતા તે દુકાનો સીલ કરવામાં આવેલ છે. જેમાં દ્વારકાધીશ ટી સ્ટોલ-નાનામવા રોડ, જાફર ટી સ્ટોલ – ડી.એચ. કોલેજ, ખોડીયાર પાન – મવડી ચોકડી, ખોડીયાર કોલ્ડ્રીંક્સ – મવડી ચોકડી, ખોડીયાર ટી એન્ડ ખોડીયાર વડાપાઉં – મવડી ચોકડી, રવેચી સ્ટોલ – 150 ફૂટ રીંગ રોડ બાલાજી હોલ પાસે તથા ગોપાલ ટી – બાલાજી હોલ પાસે 150 ફૂટ રીંગ રોડ અને દોશી હોસ્પિટલ પાસે ચા નો એક થડો, આ ઉપરાંત અન્ય વિસ્તારની શક્તિ ટી શોપ - સંત કબીર રોડની પાસે, ભાવનગર રોડ, ગાત્રાડ પાન & ટી સ્ટોલ - માર્કેટિંગ યાર્ડ મેઈન રોડ, ખેતલા આપા ટી સ્ટોલ.
આ પણ વાંચો :  પાર્થ અને જયદિપની ઑડિયો ક્લિપે સોશિયલ મીડિયા ગાંડુ કર્યુ, વાતચીત Viral થયા બાદ હાહાકાર

અમુલ સર્કલ, 80' ફૂટ રોડ, રાધે હોટેલ - અટિકા ફાટક પાસે, મોમાઈ હોટેલ - રૈયા ચોકડી, કિસ્મત હોટેલ - હનુમાન મઢી, રૈયા રોડ, ખોડિયાર હોટેલ - ફૂલછાબ ચોક અને શક્તિ હોટેલ - ડિલક્ષ ચોક, કુવાડવા રોડ ખાતેની દુકાનો સીલ કરવામાં આવી હતી અને ચુનારવા ચોક પાસેની ચાની દુકાનોએથી દબાણ હટાવ કરવામાં આવ્યું હતું તેમજ એક કાઉન્ટર ડિટેઇન કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ દુકાનોએ ગ્રાહકોના સમૂહ એકત્ર ન થાય તેની કાળજી લેવા ધાર્થીઓને સુચના પણ આપવામાં આવી છે.
Published by: Jay Mishra
First published: July 10, 2020, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading