રાજકોટ મ્યુનિ. કોર્પોનું રૂ.2126 કરોડનું બજેટ મંજૂર, શહેરને મળશે 7 ઓવરબ્રિજ

News18 Gujarati
Updated: February 11, 2019, 11:52 AM IST
રાજકોટ મ્યુનિ. કોર્પોનું રૂ.2126 કરોડનું બજેટ મંજૂર, શહેરને મળશે 7 ઓવરબ્રિજ
રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગર પાલિકાનું 2126.10 કરોડના બજેટને આજે સોમવારે મંજૂરી આપવામાં આવી છે.

  • Share this:
હિરેન માત્રાવાડિયા, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2019-2020ના બજેટને લીલીઝંડી આપવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલિકાનું 2126.10 કરોડના બજેટને આજે સોમવારે મંજૂરી આપવામાં આવી છે. આ બજેટમાં પ્રજા ઉપર વધારાનો કોઇ કર બોજો નાંખવામાં આવ્યો નથી. બજેટમાં રખાયેલા નવા કરબોજાને ના મંજૂર કરવામાં આવ્યા છે. સાથે સાથે રાજકોટવાસીઓ માટે 92 કરોડની નવી યોજનાઓનો પણ ઉમેરો કર્યાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂ2126.10 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે રાજકોટને 7 નવા ઓવરબ્રિજ મળશે તો સાથે સાથે અન્ડરપાસને પણ બજેટમાં મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટના ઐતિહાસિક જ્યુબિલી ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવશે. હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ, ત્રણ પાર્ટી પ્લાટ, ગાંધી મ્યુઝિયમથી જ્યુબલી બાગને જોડતો ફૂટ ઓવરબ્રિજ સહિતના કામો કરવામાં આવશે એવું બજેટમાં જોગવાઇ છે. 2126.10 કરોડના આ બજેટમાં 92 કરોડની નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. તો રાજકોટ વાસીઓ ઉપર નવા કરમાંથી રાહત મળી છે.

આ પણ વાંચોઃ-મહુવાઃ માનવભક્ષી બન્યો દીપડો, નેસડામાંથી બાળકને ઉઠાવીને ખાઈ ગયો

ઉલ્લેખનીય છે કે, કુલ 129 ચો.કિ.મી.નો વિસ્તાર, 16 લાખ વસ્તી, 4.60 લાખ મિલ્કતો, 18 વોર્ડ, 72 કોર્પોરેટરો, ચાર ધારાસભા મતક્ષેત્ર અને ચાર વર્ષથી વર્ષે સરેરાશ રૂ.1100 કરોડથી ઓછુ વાસ્તવિક બજેટ ધરાવતી રાજકોટ મહાપાલિકાનું આગામી નાણાકીય વર્ષ 2019-2020નું રૂ.2057કરોડનું બજેટ મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ-પોરબંદરઃ કૂંજનો શિકાર કરતી ટોળકીના એક શખ્સનું શોક લાગતા મોત, 50 મૃત કુંજ મળ્યાંગત વર્ષે ૨૫૦૦ કરોડનું બજેટ વાસ્તવમાં રૂ.1187 કરોડનું, વર્ષ 2016-17માં રૂ.973 કરોડ અને વર્ષ 2015-16 રૂ.1005 કરોડનું જ રહ્યું છે. આમ, સતત ચાર વર્ષથી વાસ્તવિક બજેટ રૂ.1000થી1100 કરોડનું રહ્યું હતું.
First published: February 11, 2019, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading