રાજકોટ: મનપાના જનરલ બોર્ડમાં ભાજપના જ કોર્પોરેટરે પક્ષપાતનો આક્ષેપ લગાવતા સોપો પડી ગયો!


Updated: October 19, 2020, 4:19 PM IST
રાજકોટ: મનપાના જનરલ બોર્ડમાં ભાજપના જ કોર્પોરેટરે પક્ષપાતનો આક્ષેપ લગાવતા સોપો પડી ગયો!
બીજેપી કોર્પોરેટર

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ભાજપના જ કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યો, વગદાર કોર્પોરેટરના કામો વહેલા થતા હોવાનો આક્ષેપ.

  • Share this:
રાજકોટ: આજે રાજકોટ મહાનગર પાલિકા (Rajkot Municipal Corporation)નું પાંચ વર્ષનું અંતિમ જનરલ બોર્ડ (RMC General Board) મળ્યું હતું. જનરલ બોર્ડમાં ભાજપ (BJP) અને કૉંગ્રેસ (Congress)ના કોર્પોરેટરો દ્વારા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં રોડ રસ્તાને લઇને ભારે હોબાળો થયો હતો. તેમાં પણ ભાજપના કોર્પોરેટર કશ્યપ શુક્લએ વગદાર કોર્પોરેટરોના વિસ્તારમાં રસ્તાના કામોને પ્રાથમિકતા આપીને ઝડપથી થતા હોવાનો આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું હતું. જોકે, આ મામલે ભાજપના કોર્પોરેટરે મગનું નામ મરી ન પાડતા બંને પક્ષના લોકો મૂંઝાયા છે.

કશ્યપ શુક્લએ આરોપ લગાવ્યો હતો કે એક કોન્ટ્રાકટર પાસે ત્રણ વૉર્ડનો કોન્ટ્રાકટ હોય છે, તેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વગદાર અને જેઓ પ્રદેશનો હોદ્દો ધરાવે છે તેવા વિસ્તારોમાં કામ ઝડપથી થતા હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, કશ્યપ શુક્લએ કોઇ પક્ષનું નામ ન લેતા ભાજપ અને કૉંગ્રેસ બંનેના પ્રદેશ હોદ્દેદારો મૂંઝવણમાં મૂકાયા હતા અને જનરલ બોર્ડમાં સોંપો પડી ગયો હતો.

આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે કશ્યપ શુક્લ વોર્ડ નંબર ત્રણની વાત કરતા હોવાનો દાવો કર્યો હતો, તેમજ કૉંગ્રેસના કોર્પોરેટર દાદાગીરી કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે વોર્ડ નંબર ત્રણના કૉંગ્રેસના કોર્પોરેટર ગાયત્રીબેન વાઘેલાએ પોતાના પર લાગેલા આરોપને ફગાવ્યા હતા.ગાયત્રીબેન વાઘેલાએ ભાજપનો આંતરિક જૂથવાદ બહાર આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે રીતે જનરલ બોર્ડમાં રોડ રસ્તાની ચર્ચાઓ થતી હતી તેમાં શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા હતા અને હોબાળો થયો હતો. શાસક અને વિપક્ષ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા રહ્યા અને આખરે અન્ય પ્રશ્નોની ચર્ચા કર્યા વગર જ જનરલ બોર્ડ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપા હાલ ભાજપના હાથમાં છે. હવે જ્યારે ભાજપના જ એક કોર્પોરેટર તરફથી ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે ત્યારે આ વાત ચર્ચાનો વિષય બની છે. જોકે, આ મામલે ભાજપના કોર્પોરેટરને કયા પક્ષના વગદાર કોર્પોરેટરની તેઓ વાત કરી રહ્યા છે તે બાબતે ફોડ ન પાડતા બંને પક્ષના લોકો મૂંઝાયા છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ તૂટી ગયા છે. હાલ મનપા તરફથી રસ્તાના કામો કરવામાં આવી રહ્યા છે. આ સમયે વગદાર કોર્પોરેટરોના કામ વહેતા થતા હોવાનો ભાજપના કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે.
Published by: Vinod Zankhaliya
First published: October 19, 2020, 4:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading