રાજકોટે નાણાપંચ પાસે નવી BRTS માટે 1000 કરોડ માંગ્યા ! બીજી શું-શું માંગણી મૂકી?

News18 Gujarati
Updated: July 25, 2018, 5:46 PM IST
રાજકોટે નાણાપંચ પાસે નવી BRTS માટે 1000 કરોડ માંગ્યા ! બીજી શું-શું માંગણી મૂકી?
SANYO DIGITAL CAMERA

  • Share this:

પંદરમાં નાણા પંચે રાજકોટ મહાનગરપાલિકાની મુલાકાત લીધી તે વખતે રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ યોજનાઓ માટે અલગ-અલગ હેડ હેઠળ નાણાની માંગણી કરી છે.


રાજકોટ મહાનગરપાલિકા પાસે ફંડ મેળવવા માટે ખુબ માર્યાદિત સાધનો છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નાણા પંચ સમક્ષ નીચે મુજબના પ્રોજેક્ટ માટે નાણા ફાળવવા માટે માંગણી કરી છે.


૧. સ્ટોર્મ વોટર મેનેજમેન્ટરાજકોટ શહેર મોટા પાયે નર્મદા નીર પર આધાર રાખે છે. જે નીર આશરે ૬૦૦ કિ.મી. ના અંતરાલ બાદ રાજકોટ શહેર પાસે પહોચે છે. જેના કારણે રાજકોટ મહાનગરપાલિકાને પાણી ખુબ ઉંચી કિંમતે તેમજ માર્યાદિત ઉપયોગ માટે મળે છે. જેના કારણે રાજકોટ શહેર પાણી આધારિત ઉદ્યોગોને આવકારી શકતું નથી. જેના નિવારણ માટે વરસાદી પાણીનો સંગ્રહ એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આ સમયે રાજકોટ શહેરમાં વરસાદી પાણીના સંગ્રહ તેમજ તેના સુવ્યવસ્થિત સંચાલન માટે કોઈ વ્યવસ્થા નથી. જેના અમલીકરણ માટે આશરે રૂ. ૫૦૦ કરોડની આવશ્યકતા છે.


૨. મલ્ટીલેવલ અને મેકેનાઈઝ પાર્કિંગ


રાજકોટ શહેરની વસ્તી આશરે ૧૫ લાખ છે. જેમાં વાહનોની સંખ્યા આશરે તેનાથી અડધી છે. જેના કારણે શહેરમાં ટ્રાફિક તેમજ પ્રદુષણને લગત સમસ્યા ઉભી થાય છે. શહેરમાં ખુબ ઝડપથી ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે. જેના કારણે શહેરીકરણ અને વ્યાપારીકરણને વેગ મળી રહ્યો છે. ટ્રાફિકને લગત સમસ્યાના નિવારણ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની સાથે સાથે પ્રોપર પાર્કિંગ વ્યવસ્થા તેમજ પાર્કિંગની જગ્યાની જરૂરિયાત રહે છે. આ માટે શહેરમાં સુવ્યવસ્થિત પાર્કિંગ તેમજ ૮ થી ૧૦ જગ્યાએ ઓટોમેટીક પાર્કિંગ બનાવવા માટે આશરે રૂ. ૧૦૦ કરોડની જરૂરિયાત રહે છે.

 ૩. ફ્લાયઓવર બ્રીજ


રાજકોટ શહેરમાં છેલ્લા બે દશકથી આજીવિકા મેળવવા માટે આજુબાજુના વિસ્તારો માંથી ઘણા લોકો વસવાટ કરવા આવી રહ્યા છે. રાજકોટ શહેર એ આજીવિકા અને શિક્ષણ મેળવવા માટેનું એક મોટું કેન્દ્ર બની રહ્યું છે. જે માટે લોકોને વિવિધ કારણોસર શહેરમાં ટ્રાવેલિંગ કરવું પડે છે. રાજકોટ શહેરમાં ગ્રીનલેન્ડ ચોક, હોસ્પિટલ ચોક વિગેરે ખુબજ ઉપયોગમાં લેવાતા રસ્તાઓ છે. જેના કારણે તે વિસ્તારોમાં ખુબજ ટ્રાફિકની સમસ્યા રહે છે. આ માટે તે વિસ્તારોમાં ફ્લાયઓવર બ્રીજ બનાવવા માટે રાજકોટ શહેરને આશરે રૂ. ૨૦૦ કરોડની જરૂરિયાત રહે છે.


૪. BRTS કોરીડોર


રાજકોટ શહેરમાં ફક્ત ૧૧ કિ.મી. નો BRTS નો રૂટ છે. લોકોની જરૂરિયાત ને ધ્યાને લેતા આ રૂટને લંબાવવાની જરૂરિયાત રહે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ ના વપરાશને કારણે લોકો વ્યક્તિગત વાહનોના વપરાશમાં ઘટાડો કરશે. જેના કારણે પ્રદુષણ અને ટ્રાફિક નિવારણ માં ઘણો ફાયદો થશે. શહેરમાં BRTS રૂટ લંબાવવા માટે આશરે રૂ. ૧૦૦૦ કરોડની જરૂરિયાત રહે છે.


૫. આધુનિક વોટર સપ્લાય નેટવર્ક


આગળ જણાવ્યા મુજબ રાજકોટ શહેર ઘણા સમય થી પાણીની સમસ્યા નો સામનો કરી રહ્યું છે. છેલ્લા એક વર્ષ થી સૌની યોજના અંતર્ગત નદીઓના જોડાણથી શહેરને નર્મદા નદીનું પાણી આશીર્વાદરૂપ છે. શહેરને  જૂની પદ્ધતિ થી બનેલા એસ્બેસ્ટોસ મટીરીયલના A C પાઈપ થી પાણી પૂરું પાડવામાં આવે છે. અમે જૂની A C પાઈપ ને બદલે DI DUCTILE આયર્ન પાઈપ થી પાણી વિતરણ કરવા માંગીએ છીએ જે વધુ ખર્ચાળ છે. આ માટે અમે પ્રાથમિક અમલવારીના ભાગ રૂપે શહેરના એક ઝોનમાં DI પાઈપથી વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમો આ પ્રોજેક્ટને આગળ ધપાવવા માંગીએ છીએ જે માટે શહેરને રૂ. ૧૦૦૦ કરોડની જરૂરિયાત રહે છે.


૬. સ્વાસ્થ્ય અને શિક્ષણ


સાક્ષરતા કોઈ શહેર કે દેશ માટે એક મજબુત પીઠબળ અને દિશાસૂચક છે. સાક્ષરતાને મજબુત બનાવવા આપણે એક સારૂ પરીપૃષ્ઠ તથા રમત ગમત ની જરૂરિયાત છે. આપણને એક સારી પ્રાથમિક સારવારની પણ જરૂરિયાત છે. આપણ ને એક સારી વ્યવસ્થા જે ગ્રીન બિલ્ડીંગ પર આધારિત હોય તેની જરૂરિયાત છે. આથી શાળાના બિલ્ડીંગ તથા શારીરીક વિકાસ માટે રૂ. ૧૫૦ કરોડ મંજુર કરવા અભિપ્રાય છે.


First published: July 25, 2018, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading