રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 10 હજારને પાર, મનપાના ડે. કમિશનર સંક્રમિત થયા

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 10 હજારને પાર, મનપાના ડે. કમિશનર સંક્રમિત થયા
મનપા ડે. કમિશનર.

રાજકોટમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા તરફથી ટેસ્ટિંગ માટે નિશુલ્ક બૂથ શરૂ કરવામાં આવ્યા.

 • Share this:
  રાજકોટ: રાજકોટ (Rajkot District Corona Updates)માં કોરોનાને કહેર વધી રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે અહીં પણ નાઇટ કર્ફ્યૂનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ રાજકોટમાં મનપાના ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી (Deputy Municipal Commissioner C.K Nandani)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Report) આવ્યો છે. જે બાદમાં તેઓ હોમ આઇસોલેટ (Home Isolate) થયા છે. બીજી તરફ રાજકોટમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા તરફથી ટેસ્ટિંગ માટે નિશુલ્ક બૂથ શરૂ કરવામાં આવ્યા છે. હાલ આવા સાત બૂથ શરૂ કરાયા છે. આ બૂથો પર પ્રથમ દિવસે 110 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજકોટ શહેરમાં કોરોનાને કુલ કેસ 10 હજારને પાર કરી ગયા છે.

  રવિવારે જિલ્લામાં કોરોનાના 145 નવા કેસ નોંધાયા  રાજકોટ જિલ્લામાં રવિવારે કુલ 145 કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં 91 અને જિલ્લામાં 54 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ 15, 293 કેસ નોંધાયા છે. જ્યારે 171 લોકોનાં કોરોનાને કારણે મોત થયા છે.

  આ પણ વાંચો: સુરેન્દ્રનગર: રાજકોટ-લીંબડી હાઇવે પર પેટ્રોલ ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત

  યોગ્ય રીતે માસ્ક નહીં પહેર્યું હોય તો 200 રૂપિયા દંડ

  રાજકોટમાં વધતા જઈ રહેલા કોરોનાના કેસને લઈને કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું છે. જે લોકો માસ્ક નથી પહેરતા તેને 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ જે લોકો સરખી રીતે માસ્ક નથી પહેરી રહ્યાં તેમની પાસેથી 200 રૂપિયા દંડ ઉઘરાવવામં આવી રહ્યો છે. તંત્ર વારંવાર નાક અને મોઢું ઢંકાય તે રીતે માસ્ક પહેરવાની અપીલ કરી રહ્યું છે. જોકે, અનેક લોકો માસ્કને ગળા પાસે લટકાવી રાખતા હોય છે અથવા નાક ખુલ્લું રહે અને ફક્ત મોઢું ઢંકાય તે રીતે પહેરતા હોય છે. આ લોકોને હવે તંત્ર તરફથી દંડ ફટકારવામાં આવશે.

  નાઇટ કર્ફ્યૂનો નજારો.


  આ પણ વાંચો: ડાંગ: કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી ગીરા ધોધ સહિત પ્રવાસન સ્થળો બંધ

  રાજકોટ ગ્રામ્યમાં પણ તંત્ર સજ્જ

  રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 5000ને આંબવા જઈ રહ્યો છે. જેના પગલે જિલ્લા એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારી વધારે ન ફેલાય તે માટે ગ્રામ્ય સ્તર પર જ કોરોના વાયરસનાં પોઝિટિવ દર્દીઓને સારવાર મળી રહી તે માટે તાલુકા મથક ખાતે જ ઓક્સિજન સહિતની સુવિધા તેમજ બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ નગરપાલિકા દીઠ ટેસ્ટિંગ બૂથ પણ શરૂ કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો: રાત્રી કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં એસ.ટી. બસોના પ્રવેશ પર પ્રતિબંધ

  રાત્રી કર્ફ્યૂની કામગીરી

  રાજકોટમાં રાજકોટમાં કર્ફ્યૂ લાગ્યા બાદ પોલીસે કરેલી કાર્યવાહીની વિગત જોઈએ તો કર્ફ્યૂ ભંગના 74 ગુના નોંધાયા છે. જ્યારે પોલીસે 72 વાહનો ડિટેઇન કર્યા છે. આ સાથે પોલીસે લોકોને રાત્રે કામ વગર બહાર ન નીકળવા માટે અપીલ પણ કરી છે. બીજી તરફ પોલીસ તરફથી નાઇટ કર્ફ્યૂ દરમિયાન લગ્નને મંજૂરી ન આપવાનો નિર્ણય કરાયો છે. એટલે કે લગ્ન પ્રસંગનો કોઇપણ કાર્યક્રમ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નહીં યોજી શકાય.

  આ પણ વાંચો-

  ઉલ્લેખનીય છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તરફથી રાત્રી કર્ફ્યૂ દરમિયાન લગ્ન માટે સ્થાનિક પોલીસની મંજૂરી લેવા માટે સૂચના આપવામાં આવી હતી. એક અંદાજ પ્રમાણે રાજકોટમાં એક સપ્તાહમાં અંદાજીત 1,000 જેટલા લગ્ન છે. તેમાંથી જે લોકોએ રાત્રે લગ્ન માટેનું આયોજન કર્યું હતું તેમણે હવે નવી વ્યવસ્થા કરવી પડશે. પોલીસના આવા નિર્ણય બાદ જેમના ઘરે લગ્ન પ્રસંગ છે તે લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:November 23, 2020, 15:30 pm

  टॉप स्टोरीज