રાજકોટ મહાનગરપાલિકાને આઈ-વે પ્રોજેક્ટ તથા BRTS માટે નેશનલ એવોર્ડ

News18 Gujarati
Updated: June 25, 2018, 4:39 PM IST
રાજકોટ મહાનગરપાલિકાને આઈ-વે પ્રોજેક્ટ તથા BRTS માટે નેશનલ એવોર્ડ

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકાને રાષ્ટ્રીય કક્ષાએ બે એવોર્ડ પ્રાપ્ત થયા છે. રાજકોટ શહેરની સલામતી માટે અમલામાં મૂકવામાં આવેલા "રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ" (સીસીટીવી સર્વેલન્સ પ્રોજેક્ટ)ને તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત બી.આર.ટી.એસ. બસ સર્વિસને “સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ ૨૦૧૮” થી સન્માનિત કરવામાં આવતા રાજકોટને ફરી વખત રાષ્ટ્રીય સ્તરે ગૌરવ પ્રાપ્ત થયું છે તેમ મેયરબીનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જાહેરાત કરી હતી.

આ વિશે માહિતી આપતા મેયર અને મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે, "સ્કોચ ગ્રુપ" દ્વારા નેશનલ લેવલ પર સ્કોચ એવોર્ડ ઓફ મેરિટનું આયોજન કરવામાં આવે છે. સ્કોચ એવોર્ડ ૨૦૧૮ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટ આઇવે પ્રોજેક્ટ અને બી.આર.ટી.એસ.બસ સર્વિસ માટે સદરહું એવોર્ડમાં પાર્ટીશીપેશન માટે આમંત્રીત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત રાજકોટ રાજપથ લી.ના જનરલ મેનેજર આર.આર. રૈયાણી તથા આસી. મેનેજર આર. પી. ડાંગર દ્વારા દિલ્હી ખાતે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ હતું. જે સબબ રાજકોટ બી.આર.ટી.એસ. બસ સર્વિસને “સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ ૨૦૧૮” માટે પસંદગી કરવામાં આવેલ હતી.

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા રાજકોટને સેઇફ અને સિકયોર સિટી બનાવવા કાર્યરત કરેલા 'રાજકોટ આઇ-વે પ્રોજેકટ'ને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ પ્રાપ્ત થયું છે. નેશનલ લેવલે વિજેતા બનેલા રાજકોટ આઇ-વે પ્રોજેકટ હેઠળ પ્રથમ તબક્કામાં આશરે ૪૭૫ જેટલા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કર્યા હતા અને તેના મોનિટરીંગ ઓપરેશન માટે વિશાળ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. ત્યારબાદ બીજા તબક્કામાં પણ એટલી જ સંખ્યામાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ થઇ રહ્યા છે, અને આ કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ થઇ જશે. રાજકોટ આઇ-વે પ્રોજેકટ શહેરની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ, ટ્રાફિકની સ્થિતિ, મહાનગરપાલિકાની વિવિધ સેવાઓનું મોનિટરીંગ વગેરેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

ન્યુ દિલ્હી ખાતે યોજાયેલા સમારંભમાં રાજકોટ મહાનગરપાલિકા વતી "રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ" માટેનો એવોર્ડ નાયબ મ્યુનિ. કમિશનર ડી.જે.જાડેજાએ તથા બી.આર.ટી.એસ. માટે રાજ્કોટ રાજપથ લી. ના આસી. મેનેજર મનીષ વોરા દ્વારા “સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ ૨૦૧૮” એવોર્ડ સ્વીકારવામાં આવ્યા હતા.. હાલ રાજકોટ બી.આર.ટી.એસ. બસ સર્વિસનો લાભ દૈનિક અંદાજીત ૨૨,૦૦૦ મુસાફરો દ્વારા લેવામાં આવી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોંડલ ચોકથી માધાપર ચોક (૧૦.૭૦ કિ.મી.) સુધીનો બી.આર.ટી.એસ. બ્લુ કોરીડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બી.આર.ટી.એસ. બસ સર્વિસ 2012થી શરૂ કરવામાં આવેલી છે. જેના વ્યવસ્થાપન હેતુ રાજકોટ રાજપથ લી.ની રચના કરવામાં આવી છે.
First published: June 25, 2018, 4:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading