રાજકોટ : ચા રસિકો હોટલ પર ચાનો સ્વાદ નહીં માણી શકે, ફક્ત ડિલિવરી માટે જ હોટલ ખુલશે


Updated: May 20, 2020, 4:14 PM IST
રાજકોટ : ચા રસિકો હોટલ પર ચાનો સ્વાદ નહીં માણી શકે, ફક્ત ડિલિવરી માટે જ હોટલ ખુલશે
ફાઇલ તસવીર

ચાની દુકાનો હોટલ કેટેગરીમાં આવતી હોવાથી ચાલુ રહેશે પરંતુ લારી પર મળતી ચા નહીં વેચી શકાય.

  • Share this:
રાજકોટ : લૉકડાઉન 4.0 (Lockdown 4.0)માં દુકાનો ખોલવાને છૂટ મળી છે ત્યારે દુકાનોમાં વધુ ભીડ જોવા મળતી હોઈ તેવી દુકાનો એટલે કે ચા (Tea), હેર સલૂન, બ્યુટીપાર્લર, પાનના ગલ્લા (Pan-Masla Shop) વગેરે જગ્યાઓ પર લોકોની ભીડ જામતી હોય છે. આથી સરકારે સાવચેતી તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) સાથે આ દુકાનો ખોલવાની છૂટ આપી છે. જોકે, રાજકોટ મનપા દ્વારા પણ હેર સલૂન, બ્યુટીપાર્લર કે પાનના ગલ્લા ખોલવાની મનાઈ નથી કરવામાં આવી પરંતુ ગઈકાલે મનપા કમિશનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે ચાની દુકાનો હોટલ કેટેગરીમાં આવતી હોવાથી ચાલુ રહેશે પરંતુ લારી પર મળતી ચા નહીં વેચી શકાય.

આ વાતનું ખોટું અર્થઘટન થતાં આજે મનપા કમિશનર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી. આજે કૉંગ્રેસના આગેવાનો દ્વારા ચાની હોટલો ખુલ્લી રાખવા દેવા માટે રજુઆત કરવામાં આવી હતી. જે બાદ મનપા કમિશનરે ફરી જાહેરાત કરી છે કે ચાની હોટલો ખુલ્લી રહેશે પરંતુ હોટલમાંથી ફક્ત ચાની ડિલિવરી જ કરવામાં આવશે. એટલે કે હવે કોઈ પણ લોકો હૉટલ પર ઉભા રહીને ચાનો સ્વાદ નહીં માણી શકે.

આ પણ વાંચો : કચ્છમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવતા ચિંતા, સોશિયલ મીડિયામાં #SaveKutch ટ્રેન્ડ થયું

મનપા કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકડાઉન 4.0ના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન અને નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં દુકાનો ખુલ્લી રાખવા બાબતમાં જે આદેશ કરવામાં આવેલો છે તેને અનુસરીને તેમજ જાહેર સ્વાસ્થ્યના હિતમાં આવશ્યકતા અનુસાર જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. શહેરમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ચાની હોટલો ખુલ્લી રાખવા થયેલી રજૂઆત અને લોક લાગણી અને માગણીને નજર સમક્ષ રાખી ચાની હોટલોને માત્ર ચાની ડિલિવરી કરવાની ખાસ શરતે જ સવારે 08.00 થી બપોરે 16.00 કલાક સુધી જ ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવે છે.
First published: May 20, 2020, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading