Home /News /kutchh-saurastra /ફ્લૂથી બચવા એડવાઇઝરી જાહેર કરાઇ: સ્વાઇન ફ્લૂથી બચવા આટલું કરો 

ફ્લૂથી બચવા એડવાઇઝરી જાહેર કરાઇ: સ્વાઇન ફ્લૂથી બચવા આટલું કરો 

પ્રતિકાત્મક તસવીર

    વારંવાર સાબુથી હાથ ધોવા (૨૦ સેકન્ડ સુધી) અથવા આલ્કોહોલ યુક્ત      હેન્ડવોશથી હાથ ધોવા.

    H1N1 ઇન્ફ્લુએન્ઝા વાઇરસથી થતી ફ્લુ જેવી જ બીમારી છે જે હવે સીઝનલ ફ્લુ છે. સાદા ફ્લુની જેમ જ ખાંસી કે છીંક આવવાથી એક માણસથી બીજા માણસમાં ફેલાય છે અથવા તો H1N1વાઈરસથી ઈન્ફેકટેડ એટલે કે સંક્રમિત વસ્તુને અડકવાથી અને પછી તે હાથ મોં કે નાક ને અડકવાથી ફેલાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ માટે એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.

    સીઝનલ ફ્લુરોગના મુખ્ય લક્ષણો :

            શરદી, ખાંસી અને ગાળામાં દુઃખાવો, ભારે તાવ

    શ્વાસ ચઢવો જેવા ન્યુમોનિયાના લક્ષણો જણાય

    ઝાડા કે ઝાડા-ઉલ્ટી થવા

    શરીર તુટવું અને નબળાઈ

    કેવા  લોકોએ ખાસ તકેદારી રાખવી ?

    પાંચ વર્ષથી નાના બાળકો,સગર્ભા સ્ત્રી, ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓ, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, લાંબી બીમારીથી પીડાતા વ્યક્તિ, આ ઉપરાંત દમ, શ્વાસનતંત્રના રોગો, મધુપ્રમેહ (ડાયાબિટીસ), હૃદયરોગ, કીડની, રક્તવિકાર, મગજ અને મજ્જાતંતુના રોગીઓ તેમજ એચ.આઈ.વી.ના દર્દીઓને આ રોગ જોખમી પુરવાર થઈ શકે છે.

    સીઝનલ ફ્લુથી બચવા આટલુંજરૂર કરો

    પુરતો આરામ કરવો, સાત્વિક આહાર લેવો, પાણી વધારે પીવું, કસરત કરવી અને તણાવમુક્ત રહેવું.

    શરદી-ખાંસી થાય એટલે તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટરનો સંપર્ક કરવો.

    છીંક કે ખાંસી આવે ત્યારે મો પર રૂમાલ કે ટીસ્યુ પેપર રાખવું.

    નાક, મો અને આંખ પર હાથથી સ્પર્શ ન કરવો.

    બીમાર વ્યક્તિએ ઘરમાં જ રહેવું.

    માંદા વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું.

    હસ્તધૂનન કે અન્ય શારીરિક સંપર્ક ટાળવો અને થાય તો હાથ ધોવા

    જ્યાં ભીડ હોય ત્યાં જવાનું ટાળવું. દા.ત. શોપિંગ મોલ, થીયેટર વિગેરે.

    ધીરજથી કામ લેવું અને અંધાધુંધી ફેલાવવી નહી.

    વારંવાર સાબુથી હાથ ધોવા (૨૦ સેકન્ડ સુધી) અથવા આલ્કોહોલ યુક્ત      હેન્ડવોશથી હાથ ધોવા.

    નાક અને મો ને ઢાંકતો માસ્ક કે બુકાની પહેરવી.

    સીઝનલ ફ્લુ જાહેર વિસ્તારમાં જવાનું ટાળવું.

    બીમાર બાળકને શાળાએ ના મોકલવું.

    સાર્વજનિક જગ્યા જેવી કે નળ, ઘરનો દરવાજો, કોમ્પ્યુટર માઉસ કે કિ-બોર્ડ  વગેરે વાપર્યા પછી સાબુથી હાથ ધોવા.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Advisory, RMC, આરોગ્ય, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन