આજથી રાજકોટ-મુંબઈ વચ્ચે વિમાન સેવા શરૂ, મુંબઈથી 75 મુસાફર રાજકોટ આવી પહોંચ્યા


Updated: May 28, 2020, 9:33 AM IST
આજથી રાજકોટ-મુંબઈ વચ્ચે વિમાન સેવા શરૂ, મુંબઈથી 75 મુસાફર રાજકોટ આવી પહોંચ્યા
ફાઇલ તસવીર

રાજકોટ એરપોર્ટ પર પહોંચેલા તમામ મુસાફરોનું મેડિકલ ચેકઅપ તેમજ ક્લિનિંગ પણ કરવામાં આવ્યું હતું.

  • Share this:
રાજકોટ : કોરોના મહામારી (Corona Pandemic)ના કારણે રાજકોટથી જે હવાઈ સેવા બંધ હતી તે હવાઇ સેવા (Domestice Flight Service) આજથી શરૂ કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર આજે સવારે આઠ વાગ્યે મુંબઈથી સ્પાઈસ જેટ (Spice Jet) મારફતે 75 જેટલા મુસાફરો રાજકોટ આવી પહોંચ્યા હતા. આજે ફ્લાઇટ મારફત રાજકોટથી 35 જેટલા મુસાફરો મુંબઈ જવા રવાના થયા હતા.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી દ્વારા 25મી મેથી સમગ્ર ભારતમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રારંભિક તબક્કામાં રાજકોટને કોઈ હવાઈ સેવા ફાળવવામાં આવી ન હતી. જે બાદ જુદી-જુદી સંસ્થાઓ દ્વારા અને ખાસ કરીને રાજકોટ ચેમ્બર ઓફ કૉમર્સ દ્વારા પણ આ મામલે ઉડ્ડયન મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ આજથી રાજકોટ મુંબઈ અને મુંબઈ રાજકોટ વચ્ચેની આ હવાઇ સેવા શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજકોટ-દિલ્હી, દિલ્હી-રાજકોટની સેવા ક્યારે શરૂ થાય છે તે પણ જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

આ પણ વાંચો :  'ચૂંદડીવાળા માતાજી'ને અપાઇ સમાધિ, તસવીરોમાં કરીલો તેમના અંતિમ દર્શન

રાજકોટ એરપોર્ટ પર પહોંચેલા તમામ મુસાફરોનું મેડિકલ ચેકઅપ તેમજ ક્લિનિંગ પણ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોનું તાપમાન પણ નોંધવામાં આવ્યું હતું. તમામ વાતની ખરાઈ કર્યા બાદ જ તેમને રાજકોટ એરપોર્ટમાં તેમજ ફ્લાઇટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે જ સ્પાઇસ જેટના સંચાલકોના જણાવ્યા પ્રમાણે રાજકોટથી મુંબઈ તેમજ મુંબઈથી રાજકોટ હવાઈ સેવા દરમિયાન તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સિંનું પાલન કરે તે પ્રકારે તમામને જગ્યા ફાળવવામાં આવે છે.
First published: May 28, 2020, 9:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading