રાજકોટ હિટ એન્ડ રનઃકારમાથી મળ્યું સાંસદનું આઇકાર્ડ!

VINOD LEUVA | Pradesh18
Updated: January 15, 2017, 2:20 PM IST
રાજકોટ હિટ એન્ડ રનઃકારમાથી મળ્યું સાંસદનું આઇકાર્ડ!
રાજકોટઃ રાજકોટમાં ગઇ કાલે રાત્રે 150 ફુટ રીંગ રોડ પર આવેલ બાલાજી હોલ પાસે સ્કોર્પિયો કાર ચાલકે એક દુકાન પાસે ઉભેલા ત્રણ વ્યક્તિને અડફેટે લિધા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઈવર ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલિસે કારની તલાશી લેતાં તેમા પોરબંદર ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાનુ આઈકાર્ડ મળી આવ્યુ હતુ.
VINOD LEUVA | Pradesh18
Updated: January 15, 2017, 2:20 PM IST
રાજકોટઃ રાજકોટમાં ગઇ કાલે રાત્રે 150 ફુટ રીંગ રોડ પર આવેલ બાલાજી હોલ પાસે સ્કોર્પિયો કાર ચાલકે એક  દુકાન પાસે ઉભેલા ત્રણ વ્યક્તિને અડફેટે લિધા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઈવર ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલિસે કારની તલાશી લેતાં તેમા પોરબંદર ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાનુ આઈકાર્ડ મળી આવ્યુ હતુ.

ઈટીવી સાથે વિઠ્ઠલ રાદડિયાએ કરેલ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે આ પ્રકારના બનાવ અંગે મને કોઈ ખ્યાલ નથી. મને પણ મિડિયના માધ્યમો દ્વારા આ પ્રકારની ખબર પડી છે. રહી વાત આઈકાર્ડની તો આ અંગે હુ પોલસિ ફરિયાદ કરીશ જેથી સાચુ શુ છે તે સામે આવે.રાજકોટમાં હીટ એન્ડ રનનો મામલો
સુરત પાસિંગની સ્કોર્પિયો કાર માલવીયાનગર પોલીસે કબજે લીધી
કાર ચાલક અને અન્ય 1 વ્યક્તિની શોધખોળ શરૂ
કારમાં બેસેલા અન્ય યુવકને માર મારતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો
કારમાંથી પોલીસે ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું કાર્ડ કબ્જે લીધું
પોતાના નામના ડુપ્લીકેટ કાર્ડ ફરતાં હોવાનો સાંસદનો દાવો
સુરતની GJ-5 CH8645ના ચાલક સામે ગુનો નોંધાયો
માલવીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
First published: January 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर