રાજકોટ : જાણીતા ગાયક કલાકાર દેવાયત ખવડના ડાયરામાં થયું 6થી વધુ રાઉન્ડ ફાયરિંગ, જુઓ LIVE VIDEO

રાજકોટ : જાણીતા ગાયક કલાકાર દેવાયત ખવડના ડાયરામાં થયું 6થી વધુ રાઉન્ડ ફાયરિંગ, જુઓ LIVE VIDEO
વાયરલ વીડિયોની તસવીર

જાણીતા લોક ગાયક દેવાયત ખવડનાડાયરાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં જોઇ શકાય છે કે દેવાયત ખવડના પાછળ ધાધલ કુટુંબનું બોર્ડ પણ લગાવેલું છે.

  • Share this:
રાજકોટઃ જાણીતા લોક ગાયક દેવાયત ખવડના (Devayat Khawd) ડાયરાનો વીડિયો (Dayaro video) હાલ સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral) થઇ રહ્યો છે. વીડિયોમાં ડાયરાની અંદર 6થી વધુ રાઉન્ડ ફાયરિંગ થતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે news18 ગુજરાતી દ્વારા દેવાયત ખવડનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરંતુ news18 ગુજરાતી પાસે રહેલા તેના બંને નંબર સ્વીચ ઓફ બતાવી રહ્યા છે.

ત્યારે વીડિયોમાં જોઇ શકાય છે કે દેવાયત ખવડના પાછળ ધાધલ કુટુંબનું બોર્ડ પણ લગાવેલું છે. સમગ્ર મામલે રાજકોટ પોલીસ (rajkot police) અથવા તો અન્ય જિલ્લાની પોલીસ દ્વારા દેવાયત ખવડનું નિવેદન નોંધવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.ડાયરા નો વીડિયો બીજા કોઈએ જ નહીં પરંતુ તાજેતરમાં જ ભક્તિનગર પોલીસ ના લોકઅપ માં રહેલા આરોપી જયેશ ડાંગર દ્વારા ઇન્સ્ટા એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આરોપી જયેશ ડાંગર સહ આરોપી તુષાર દવે ઉર્ફે અદો ભક્તિનગર પોલીસ સ્ટેશનના લોકઅપમાં હોય તે પ્રકાર નો વીડિયો જયેશ ડાંગરના બે મિત્રો એ બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

આ પણ વાંચોઃ-યુવતીને ખભા ઉપર બેસાડી યુવતીનો બૂલેટ ઉપર ખતરનાક સ્ટંટનો live video, પોલીસ ફટકાર્યો રૂ. 28,000નો દંડ

આ પણ વાંચોઃ-શિક્ષકનો પગાર છે માત્ર રૂ.48 હજાર, વૈભવી ઘર, જમીનો અને દુકાનો સહિત કરોડોનો માલિક નીકળ્યો

ત્યાર બાદ તે વીડિયો ને જયેશ ડાંગર અને તુષાર દવે ના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા હતા. જે મામલે ભક્તિનગર પોલીસે ચાર આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ભક્તિનગર પોલીસે it act 2000 ની કલમ 72 (અ), 84(બિ)(સી), તથા જીપી એક્ટ ની કલમ 120 તથા IPCની કલમ 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.લોકઅપનો વીડિયો વાયરલ થતાં ભક્તિનગર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમા બે જેટલા આરોપી ભરત ડવ તેમજ દીપ કનેરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કે અન્ય બે આરોપી જયેશ ભાઈ રાણાભાઇ ડાંગર, તુષાર ઉર્ફે અદા વિજય ભાઈ દવે ની ભક્તિનગર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
Published by:ankit patel
First published:March 18, 2021, 19:59 pm

ટૉપ ન્યૂઝ