Home /News /kutchh-saurastra /

રાજકોટનો પ્રેરણાદાયી કિસ્સો: સમાચારને પ્રાધાન્ય આપવાના બદલે મીડિયાકર્મીએ કોરોના દર્દીની કરી મદદ

રાજકોટનો પ્રેરણાદાયી કિસ્સો: સમાચારને પ્રાધાન્ય આપવાના બદલે મીડિયાકર્મીએ કોરોના દર્દીની કરી મદદ

કોરોના દર્દીને મદદ કરી રહેલો મીડિયા કર્મી.

ઑક્સિજન લેવલ ઓછું થઈ જતાં કોરોના દર્દી રસ્તા પર ઊંઘી ગયો હતો, 108 એમ્બ્યુલન્સ મોડી પડી હોવાથી મીડિયાકર્મીએ જીવ જોખમમાં મૂકીને દર્દીને મદદ કરી.

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના (Coronavirus)એ કાળો કેર વર્તાવ્યો છે. રાજકોટ શહેર (Rajkot city)માં છેલ્લા 24 કલાકમાં 59 કોરોના સંક્રમિત દર્દીનાં મોત નિપજ્યા છે. જ્યારે કે છેલ્લા ત્રણ દિવસમાં 146 જેટલા કોરોના સંક્રમિત દર્દીનાં મોત નિપજ્યા છે. જોકે, મોત (Death) અંગેનો નિર્ણય ડેથ કમિટિ લેતી હોવાથી સરકારી ચોપડે ઓછા કેસ નોંધવામાં આવે છે. કોરોનાને પગલે રાજકોટની સ્થિતિ ખરાબ છે. આ દરમિયાન રાજકોટમાં કોરોના સંક્રમિત દર્દી શરીરમાં ઑક્સિજન લેવલ (Oxeygen level) ઘટી જતાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો. આ દરમિયાન એક મીડિયાકર્મીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને તેની મદદ કરી હતી.

કોરોના સંક્રમિત દર્દીઓની વહારે તેમના પરિજનો પણ નથી આવી રહ્યા ત્યારે રાજકોટ શહેરમાં અભય ત્રિવેદી નામના મીડિયાકર્મીએ કોરોના સંક્રમિત દર્દીનો જીવ બચાવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મવડી વિસ્તારમાં આવેલા આનંદ બંગલા ચોક પાસે એક દર્દી શ્વાસની તકલીફના કારણે રસ્તા પર જ સુઈ ગયો હતો.

આ પણ વાંચો: રાજકોટ: બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે અજમાવ્યો નવો પેંતરો, પોલીસે 10 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

દર્દી એક એક શ્વાસ લેવા માટે વલખા મારી રહ્યો હતો. આ સમયે અભય ત્રિવેદી નામના મીડિયાકર્મીનું ધ્યાન જતા તે ત્યાં દોડી ગયો હતો અને બાદમાં તેને 108ને ફોન કર્યો હતો. જોકે, નિયત સમય કરતાં 108 મોડી પડતા દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમયે મીડિયાકર્મી અભય ત્રિવેદીએ કોઇપણ જાતનો ભય રાખ્યા વગર દર્દીને પમ્પિંગ મળી રહે તે માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. જેથી દર્દીને શ્વાસ લેવામાં થોડીક રાહત થઇ હતી.

આ પણ વાંચો: અમદાવાદ: 'અહીં કેમ ઉભા છો? જતા રહો નહીં તો સારું નહીં થાય,' યુવકે પોલીસને ગાળો ભાંડી

108ની ટીમ ઘટના સ્થળ પર આવી જતા દર્દીને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમ રાજકોટ શહેરમાં એક મીડિયાકર્મીએ સમાચારને પ્રાધાન્ય આપતા પહેલા માનવ જિંદગીને અમૂલ્ય ગણી દર્દીને સારવાર આપવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે તેણે માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર ચરિતાર્થ કર્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: દીકરીના જન્મને અપશુકનિયાળ ગણાવી પતિ અને સાસરિયાઓએ પરિણીતાને કાઢી મૂકી


આ પણ વાંચો: લૉકડાઉનમાં નોકરી ગુમાવતા BPO કંપનીમાં કામ કરતો યુવક બની ગયો મેલ એસ્કોર્ટ, પત્નીને ખબર પડી તો આવી આફત


ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં કોરોના વાયરસ માટેની પુષ્ટિ અંગે કરવામાં આવતો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ બ્લડ સેમ્પલ આપ્યાના 72 કલાક બાદ મળે છે. બીજી તરફ કેટલીક જગ્યાએ સોમવારના રોજ RT-PCR ટેસ્ટ માટેનું લિક્વિડ પૂર્ણ થઇ ગયાના સમાચાર સામે આવ્યા હતા. ઈતિહાસમાં પ્રથમ વખત સિવિલ હૉસ્પિટલનો મેઈન ગેટ બંધ કરવાની ફરજ પડી હતી. કોરોના સંક્રમિત દર્દીઓને 108 એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની ફરજ પડી રહી હોય તે પ્રકારના વીડિયો પણ વાયરલ થયા હતા.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, Media, રાજકોટ, હોસ્પિટલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन