Home /News /kutchh-saurastra /

રૂપાણીના રાજકોટને જ મળશે AIIMS? કેન્દ્રએ કલેક્ટર પાસેથી માંગ્યો રિપોર્ટ

રૂપાણીના રાજકોટને જ મળશે AIIMS? કેન્દ્રએ કલેક્ટર પાસેથી માંગ્યો રિપોર્ટ

રાજકોટના કાલાવડ રોડનું એક દ્રશ્ય

  હરિન માત્રાવાડિયા, રાજકોટ

  રંગીલા રાજકોટ શહેરના AIIMS(ઓલ ઇન્ડિયા ઇન્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સીસ) મળશે તેવી આશા ફરી એકવખત પ્રબળ બની છે. કેન્દ્ર સરકારે આ મામલે જિલ્લા કલેક્ટર પાસેથી એક રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રએ વિવિધ છ મુદ્દાઓને લઈને કલેક્ટર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. અધિક કલેક્ટર તરફથી મંગળવારે જ આ રિપોર્ટ કેન્દ્રને સોંપી દેવામાં આવશે.

  ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ પહેલા બજેટમાં ગુજરાતને એક AIIMS આપવાની જાહેરાત કરી હતી. જોકે, કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી રાજ્યના કયા શહેરમાં એઈમ્સની સ્થાપના કરવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

  સ્પર્ધામાં અન્ય શહેરો પણ...

  કેન્દ્રની જાહેરાત બાદ ત્રણ વર્ષથી ગુજરાતના કયા શહેરને એઈમ્સ મળશે તેના કયાસો લગાવવામાં આવી રહ્યા છે. રાજકોટ ઉપરાંત સુરત અને વડોદરા શહેર પણ એઇમ્સ મેળવવાની સ્પર્ધામાં છે. જોકે, હાલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાંથી આવતા હોવાથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ પોતાના શહેરના લોકોને એઈમ્સની અમૂલ્ય ભેટ આપવા માટે કેન્દ્રમાં લોબિંગ કરશે.

  આ મુદ્દાઓ અંગે અહેવાલ મંગાયો

  1) જો રાજકોટને એઇમ્સ મળે તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓનું સંભવિત એઈમ્સના સ્થળેથી અંતર કેટલું થાય?
  2) સૌરાષ્ટ્રમાં કેવા પ્રકારના ગંભીર કહી શકાય તેવા રોગ છે?
  3) સંભવિત એઇમ્સ સુધી પહોંચવા માટે માર્ગ અને અન્ય વ્યવસ્થા કેવા પ્રકારની છે?
  4) નેશનલ અને સ્ટેટ હાઇવેથી એઈમ્સ સુધી પહોંચવામાં કેટલું અંતર થાય?
  5) આ હાઇવેઝ પર ટ્રાફિકની સમસ્યા કેવી છે?
  6) એઈમ્સ માટે ટ્રાન્સપોર્ટેશનની શું સુવિધા છે?

  બે વર્ષ પહેલા કેન્દ્રની ટીમે કર્યું હતું હતું નિરીક્ષણ

  નોંધનીય છે કે રાજકોટને એઇમ્સ આપવા અંગે કેન્દ્ર સરકારની ટીમે બે વર્ષ પહેલા જામનગર રોડ પર આવેલા પરાપીપીળિયા ગામની મુલાકાત લીધી હતી. હવે ફરી એક વખત આ જ જમીનમાં એઇમ્સ બનાવવા માટે છ મુદ્દા અંગે અહેવાલ માંગવામાં આવ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: AIIMS, Collector, Vijay Rupani, રાજકોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन