રાજકોટ: લાલચૂ સાસરિયાઓએ પુત્રવધૂને કહ્યું, 'નોકરી કરે છે તો પગાર ઘરમાં આપવો જ પડશે'

રાજકોટ: લાલચૂ સાસરિયાઓએ પુત્રવધૂને કહ્યું, 'નોકરી કરે છે તો પગાર ઘરમાં આપવો જ પડશે'
વધુ એક પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ.

બિન્ની શાહ નામની શિક્ષિકાએ મહેસાણાના વિસનગરમાં રહેતા પતિ જીગ્નેશ શાહ, સસરા રાજેન્દ્રભાઈ માધવલાલ શાહ તેમજ સાસુ જ્યોત્સનાબેન શાહ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરના મહિલા પોલીસ મથક (Rajkot mahila police station)માં વધુ એક પરિણીતાએ પોતાના પતિ તેમજ સાસુ-સસરા વિરૂદ્ધ શારીરિક-માનસિક ત્રાસ (Physical and mentral harassment) તેમજ દહેજ (Dowry) ધારાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે. રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા કૈલાસધારા પાર્ક શેરી નંબર-3માં માતાપિતાના ઘરે રહેતી બિન્ની શાહ નામની શિક્ષિકા (Teacher)એ મહેસાણાના વિસનગર (Visnagar)માં રહેતા પતિ જીગ્નેશ શાહ, સસરા રાજેન્દ્રભાઈ માધવલાલ શાહ તેમજ સાસુ જ્યોત્સનાબેન શાહ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ મહિલા પોલીસને જણાવ્યું છે કે, તેણીએ એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ તે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2019માં તેના લગ્ન ડીસા પંથકમાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા જીગ્નેશ શાહ સાથે થયા હતા. લગ્ન બાદ થોડો સમય તેઓ વિસનગર રહ્યા હતા. બાદમાં પતિએ રાજકોટ મકાન ખરીદ્યું હોય જેના કારણે પોતે સાસુ-સસરા સાથે રહેતી હતી.આ પણ વાંચો: બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

પતિ રજાના દિવસોમાં રાજકોટ આવતા રહેતા હતા. દરમિયાન લૉકડાઉન થતાં પતિ રાજકોટ આવી ગયા હતા. આ સમયમાં પતિ નાની નાની વાતોમાં ઝઘડો કરી ગાળો દેતા હતા. તેમજ માવતરે પણ જવાની ના પાડતા હતા. એટલું જ નહીં, હું ખાનગી શાળામાં નોકરી કરતી હોવાથી પગારના પૈસા પતિ તેમને આપી દેવાનું કહેતા હતા. આવું ન કરવા પર મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી તેવું કહેતા હતા.

આ પણ વાંચો: અમદાવાદ-મહેસાણા હાઇવે પર 1 એપ્રિલથી કાર અને ટુ-વ્હીલર માટે ફરીથી ટોલ ટેક્સ શરૂ થશે? જાણો હકીકત

આ પણ વાંચો: ચાલુ ટ્રેનમાં હવેથી રાત્રે મોબાઇલ કે લેપટોપ ચાર્જ નહીં થાય, રેલવેએ જણાવ્યું કારણ

સમગ્ર મામલે સાસુ પણ પતિનો સાથ આપીને કહેતા હતા કે, ઘરમાં પૈસા ન આપે તો અમારે આવી વહુ શું કામની? આવું કહીને સાસુ મ્હેંણા-ટોણા મારતા હતા. સમગ્ર બનાવ અંગે જ્યારે મેં મારા માતાપિતાને વાત કરી ત્યારે તેઓએ આ મુદ્દે મારા સાસુ સસરાને જાણ કરી હતી. આ મામલે મારા સાસુ-સસરાએ મારા માતાપિતાને કહ્યુ હતુ કે, મારા દીકરાનો સ્વભાવ તો આવો જ રહેશે. તમારી દીકરી નોકરી કરે છે તો પગાર અમને આપવો જ પડશે.
Published by:Vinod Zankhaliya
First published:April 01, 2021, 07:39 am

ટૉપ ન્યૂઝ