ખેડૂતો ધ્યાન આપે: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક, નવી આવક પર રોક લગાવવામાં આવી


Updated: September 21, 2020, 4:30 PM IST
ખેડૂતો ધ્યાન આપે: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક, નવી આવક પર રોક લગાવવામાં આવી
ફાઇલ તસવીર.

સૌરાષ્ટ્ર APMC વેપારી એસોસિયેશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતું કે, આજરોજ રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં 2,400 ક્વિન્ટલ મગફળીની આવક થવા પામી હતી.

  • Share this:
રાજકોટ: શહેરના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડ આવક થવા પામી છે. જેના પગલે યાર્ડના સત્તાધીશો તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, જ્યાં સુધી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી યાર્ડમાં મગફળીની આવક પર રોક લગાવવામાં આવે છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર APMC વેપારી એસોસિયેશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતું કે, આજરોજ રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં 2,400 ક્વિન્ટલ મગફળીની આવક થવા પામી હતી. જે અંતર્ગત ઝીણી મગફળીનો ભાવ 530 થી 950 સુધીનો રહ્યો હતો. જ્યારે જાડી મગફળીનો ભાવ 750થી લઇને 954 સુધીનો રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે કપાસ કરતા મગફળીનું રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક વાવેતર થયું હતું. જે બાદ ચાલુ સિઝનમાં વરસાદ પણ સારો રહેતા ખેડૂતોને આ વર્ષે મબલખ મગફળીનું ઉત્પાદન થશે તેવી આશા પણ છે.

આ પણ વાંચો: સાપુતારામાં બોટિંગ, ટેબલ પોઈન્ટ સહિતના તમામ પ્રવાસી સ્થળોને ખુલ્લા મૂકાયા

રાજ્ય સરકાર દ્વારા પણ અગાઉ જાહેરાત કરવામાં આવી છે કે ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો ભાવ 1,055 રૂપિયા રહેશે. જે માટે 1લી ઑક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટેનું રજીસ્ટ્રેશન શરૂ થશે. જે રજીસ્ટ્રેશન 20 ઑક્ટોબર સુધી યથાવત રહેશે. 21 ઑક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે, ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તે પહેલાં જ 15 દિવસથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં પોતાની મગફળીનું વેચાણ કરી રહ્યા છે.



ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કર્યુ 3700 કરોડનું પેકેજમુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay rupani) વિધાનસભા ગૃહના (Leader of Assembly) નેતા તરીકે ચૌદમી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે નિયમ-44 અન્વયે નિવેદનમાં રાજ્યના ધરતીપુત્રોને આ વર્ષે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલ પાક નુકશાન (Crop Failure) સામે ઉદાર પેકેજની (Gujarat faremrs relief package) જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી તરફથી ખેડૂતો માટે 3700 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સુરત: ચોરી કરતા રંગેહાથ પડપાયેલા યુવકે ગળા પર બ્લેડ મારી આપઘાત કરી લેતા ચકચાર

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની આ ખેડૂત હિતલક્ષી સરકાર હંમેશા ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે. આ સંદર્ભમાં સીએમ રૂપાણી ઉમેર્યુ કે, ઓગસ્ટ-2020માં મહિનામાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાના પરિણામે ખેતી પાકોને નુકસાન થયેલું છે. આ નુકસાની સામે સહાય આપવા અંગે રાજ્યના ખેડૂત, ખેડૂત સંગઠનો અને પ્રજાના જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આ સહાય પેકેજ આપ્યું છે.

અરજી કેવી રીતે કરશો?

આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે તા: 1-10-2020 થી પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવશે. જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડૂતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે.
Published by: Vinod Zankhaliya
First published: September 21, 2020, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading