રાજકોટઃ મહિલા બૂટલેગરના ત્રાસથી આધેડની પરિવાર સાથે આપઘાતની ચીમકી

News18 Gujarati
Updated: September 9, 2019, 8:53 PM IST
રાજકોટઃ મહિલા બૂટલેગરના ત્રાસથી આધેડની પરિવાર સાથે આપઘાતની ચીમકી
વાયરલ વીડિયોની તસવીર

મહિલા બૂટલેગરના ત્રાસથી પોલીસે મૂક્ત નહીં કરાવતા ચીમકી આપી હતી.

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટઃ રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારમાં રહેતા એક આધેડે પરિવારજનો સાથે સામૂહિક આપઘાતની ચીમકી આપતો વીડિયો વાઇરલ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. મહિલા બૂટલેગરના ત્રાસથી પોલીસે મૂક્ત નહીં કરાવતા ચીમકી આપી હતી. જોકે પોલીસે ચીમકી બાદ કાર્યવાહી કરતાં આધેડે ચીમકી પાછી ખેંચી લીધી હતી. હાલ પોલીસે મહિલા બુટલેગરના સાગરીતને ઝડપી પાડી મહિલા બુટલેગરને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે, થોરાળા વિસ્તારમાં રહેતા ભરતભાઇ હકુભાઇ અગેચણિયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ કર્યો હતો. વીડિયોમાં ભરતભાઇ, તેમના પત્ની, પુત્રી અને પુત્ર સહિત ચાર સભ્યો દેખાતા હતા. ભરતભાઇએ વીડિયોમાં જણાવ્યું હતું કે, તેમના ઘર નજીક રહેતી કંચન અશોક ગોહેલ નામની મહિલા દારૂનું વેચાણ કરે છે અને ભરતભાઇના ઘરના ડેલાની બહાર ઊભા રહી દારૂની કોથળીઓ વેચે છે અને દારૂની કોથળીના ઘરમાં ઘા પણ કરે છે. તેમજ ધમકી આપી મકાન ખાલી કરી જતા રહેવા પણ દબાણ કરે છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ પોલીસના ત્રાસના કારણે યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, પોલીસે પોતાના ઉપર લગાવેલા આરોપીને નકારી કાઢ્યા હતા. અને યુવત ગુનાહિત ઇતિહાસ ધાવતો હોવાનું જણાવ્યું હતું.
First published: September 9, 2019, 8:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading