'એક હાથમાં રાષ્ટ્રધ્વજ, બીજામાં હેલ્મેટ,' રાજકોટમાં હેલ્મેટના કાયદાનો અનોખો વિરોધ

News18 Gujarati
Updated: November 15, 2019, 3:25 PM IST
'એક હાથમાં રાષ્ટ્રધ્વજ, બીજામાં હેલ્મેટ,' રાજકોટમાં હેલ્મેટના કાયદાનો અનોખો વિરોધ
હેલ્મેટના કાયદાનો અનોખો વિરોધ.

પી.ડી.જાડેજા એક હાથમાં હેલ્મેટ અને બીજા હાથમાં રાષ્ટ્રધ્વજ પકડીને દર બુધવારે 14 કિલોમીટર રસ્તા પર પગપાળા ચાલે છે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : સમગ્ર ગુજરાતમાં પહેલી નવેમ્બરથી હેલ્મેટના કાયદાની અમલવારી શરૂ થઇ છે. એટલે કે હવેથી ટ્રાફિકના સુધારેલા કાયદા પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. હાલ જો કોઈ હેલ્મેટ ન પહેરવાના નિયમનો ભંગ કરે તો તેની પાસેથી 500 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે. આ મામલે સામાન્ય જનતામાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

ચાલુ વર્ષે રાજકોટ પોલીસે ફટકાર્યો 7 કરોડનો દંડ

મોટર વ્હીકલ એક્ટના ભંગ સબબ દિવસને દિવસે લોકો દંડાઈ રહ્યા છે. આ વર્ષે વાહનચાલકો પાસેથી રાજકોટ પોલીસે આશરે સાત કરોડનો દંડ વસૂલ કર્યો છે. ચાલુ વર્ષે રાજકોટ પોલીસે 2,88,116 વાહનચાલકોને દંડ. ફટકાર્યો છે. ત્યારે રાજકોટમાં હેલ્મેટના કાયદાને લઈને લોકો અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે.હેલ્મેટના કાયદાની અમલવારી

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં નવા ટ્રાફિકના નિયમોની અમલવારી શરૂ થઈ ચૂકી છે. આ નવા ટ્રાફિકના નિયમોમાં હેલ્મેટના કાયદાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવામાં આવે તો દંડ ફટકારવામાં આવે છે. રાજકોટમાં હેલ્મેટના ફરજિયાત અમલને કારણે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં પી.ડી. જાડેજા નામના વ્યક્તિ હેલ્મેટના કાયદાનો અહિંસાના માર્ગ પર ચાલીને વિરોધ કરી રહ્યા છે.એક હાથમા હેલ્મેટ અને બીજા હાથમા રાષ્ટ્રધ્વજ પકડીને વિરોધ

પી.ડી.જાડેજા એક હાથમાં હેલ્મેટ અને બીજા હાથમાં રાષ્ટ્રધ્વજ પકડીને દર બુધવારે 14 કિલોમીટર રસ્તા પર પગપાળા ચાલે છે. તેઓ વિવિધ સૂત્રો લખેલા સંદેશ ગળામાં લટકાવીને વિરોધ પ્રદર્શન કરે છે. પીયૂસીને તેઓ 'પબ્લિકને ઉલ્લું બનાવનાર સર્ટિફિકેટટ કહે છે.પી.ડી.જાડેજાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "આ વિરોધ હેલ્મેટ, પીયૂસીના અમલીકરણના ભાગરૂપે છે. સરકાર રોડ રસ્તાઓની સુવિધાઓ પૂરી પાડતી નથી અને નિયમો બનાવીને ઉઘાડી લૂંટ ચલાવીને જનતાને છેતરે છે." વધુમાં તેમણે કહ્યું હતું કે, લોકો સરકારનો વિરોધ કરતાં ડરે છે. પરંતુ મને સરકારનો ડર નથી.

લોકો પડાવી રહ્યા છે સેલ્ફી

પી.ડી.જાડેજાના શાંતિપૂર્વકના આ વિરોધને જાહેર જનતા તરફથી પણ સહકાર મળી રહ્યો છે. તે જે વિસ્તારમાં જાય છે ત્યાં લોકો તેમની સાથે સેલ્ફી પણ પડાવે છે.
First published: November 15, 2019, 3:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading