રાજકોટ: ચૂંટણીનો માહોલ પૂર્ણ થતા ખેલાયો ખૂની ખેલ, ગાળ આપનારને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો

રાજકોટ: ચૂંટણીનો માહોલ પૂર્ણ થતા ખેલાયો ખૂની ખેલ, ગાળ આપનારને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો
ચૂંટણી પૂરી થતાં જ હત્યાનો બનાવ.

કાળુભાઈ પરમાર નામના શખ્સના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

  • Share this:
રાજકોટ: આમ તો રાજકોટ રંગીલું શહેર (Rajkot city) છે, પરંતુ અહીં તાકીને સામે જોવા જેવી સામાન્ય બાબતે પણ હત્યા (Murder) થયાના બનાવો બન્યા છે. સામાન્ય બોલાચાલીમાં હત્યા થઈ ગઈ હોય એવા બનાવો પણ અસંખ્ય બન્યા છે. કહેવાય છે કે અહીંના લોકો રંગીન મિજાજી છે પરંતુ તેમનો પારો ક્ષણવારમાં 100 ડીગ્રી ઉપર પહોંચી જાય છે! શહેરમાં ચૂંટણીનો માહોલ (Gujarat local body polls) પૂર્ણ થતાં રાજકોટ શહેરમાં હત્યાના બનાવો શરૂ થઈ ગયા છે. અહીં ગાળ દેવા જેવી બાબતે એક વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી છે. આ કેસમાં ગણતરીની જ કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે (Rajkot crime branch) હત્યાના આરોપીઓને ઝડપી લીધો છે.

બુધવારની સાંજે રાજકોટ શહેરની એ ડિવિઝન પોલીસને જાણકારી મળી હતી કે, સિવિલ હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજ બની રહ્યો છે તે જગ્યાએ એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક અસરથી એ ડિવિઝન પોલીસ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસ.ઓ.જીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. રાજકોટ શહેરના સિવિલ હૉસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. એ જ જગ્યાએ હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યુ છે. કાળુભાઈ પરમાર નામના શખ્સના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બનાવના પગલે એ.ડિવિઝન પોલીસ સહિતનો કાફલો દોડી ગયો હતો.આ પણ વાંચો: બનાસકાંઠા: છેડતી બાદ રણચંડી બનેલી મહિલાએ રોમિયોને જાહેરમાં ચંપલથી ફટકાર્યો

ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીએ વાતચીત જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં હત્યા કરનાર આરોપીઓના નામ અમિત ભગવાનભાઈ જેઠવા તેમજ મયુરસિંહ સહદેવસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં આઇવે પ્રોજેક્ટ અને ઇ-ગુજકોપની મદદ વડે બંને આરોપીઓને પોતાના સકંજામાં લઈ લીધા છે.

આ પણ વાંચો: રાજકોટ: બોર્ડની પરીક્ષા પહેલા ધોરણ-12 સાયન્સની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં મરણ જનાર અને આરોપીઓ વચ્ચે કોઈ કારણોસર ગાળાગાળી થઈ હતી, જેના કારણે આરોપીઓ ઉશ્કેરાઈ જતા મરણ જનારના માથામાં પથ્થરના ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમમાં ખસેડવામાં આવી છે.આ પણ વાંચો: રાજકોટ: 'પતિએ ગોવામાં ટૂંકા કપડાં પહેરવા બદલ ઝઘડો કર્યો, સાસુ કહેતા દીકરાને તું ગમતી નથી'

આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે. તેમજ આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. મૃતક અને આરોપીઓ એકબીજાને કઈ રીતે ઓળખતા હતા? ખરા અર્થમાં ઝઘડાનું મૂળ કારણ શું છે તે સહિતની બાબતો અંગે આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:March 04, 2021, 07:43 am

ટૉપ ન્યૂઝ