રાજકોટ : સાળાની પત્નીને સળગાવી પોતે પણ સળગ્યો, બંનેનાં મોત

થોડા દિવસ પહેલા એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સાળાની ગર્ભવતિ પત્ની ઉપર પેટ્રોલ છાંટી સળગાવ્યા બાદ જાતે સળગ્યો હતો.

News18 Gujarati
Updated: June 14, 2019, 3:24 PM IST
રાજકોટ : સાળાની પત્નીને સળગાવી પોતે પણ સળગ્યો, બંનેનાં મોત
મૃતકોની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: June 14, 2019, 3:24 PM IST
અંકિત પોપટ, રાજકોટઃ થોડા દિવસ પહેલા એક તરફી પ્રેમમાં પગાલ યુવકે સાળાની ગર્ભવતિ પત્ની ઉપર પેટ્રોલ છાંટી સળગાવ્યા બાદ જાતે સળગ્યો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યા હતા. જોકે, યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે સગર્ભા પરિણીતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે ગત પાંચ જૂનના દિવેસ ચેતન પલાણ નામના શખ્સે પરિણીતાને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી અને ત્યારબાદ પોતે પણ સળગ્યો હતો. જો કે બંને દાઝી જતા બન્ને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

રાજકોટમાં રામેશ્વર ચોક નજીક ચંદ્રનગર સોસાયટીમાં રહેતી સગર્ભા મહિલાને નણંદોયા ચેતન પલાણે પેટ્રોલ છાંટી સળગાવી હતી. ત્યારબાદ બાથ ભરી પોતે પણ સળગ્યો હતો. ત્યારબાદ બન્ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી ચેતન પલાણે એક તરફી પ્રેમમાં પાગલ બનીને આ કૃત્ય આચર્યું હતું. છેલ્લા એક વર્ષથી ચેતન સાળાની પત્નીના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. જે બાબતે અગાઉ ચેતનને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ પ્રેમમાં આંધળા બનેલા ચેતન સાસુના ઘરે અગનખેલ ખેલવાના ઇરાદે ધસી આવ્યો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ સાથે જીવવા-મરવાના કોલ પૂરા કર્યા, પત્ની બાદ પતિનું મોત

મહત્વનું છે કે સમગ્ર ઘટના બાદ મહિલાનો પતિ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બંનેને સારવાર માટે ૧૦૮ની મદદથી હોસ્પિટલ ખસેડયા હતા. ગંભીર હાલતમાં ચેતનને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે સગર્ભા પરિણીતાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
First published: June 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...