રાજકોટ: દુષ્કર્મ ગુજારીને 8 વર્ષની બાળકીને કહ્યું, 'આપણે રોજ અહીં આવીશું'

રાજકોટ: દુષ્કર્મ ગુજારીને 8 વર્ષની બાળકીને કહ્યું, 'આપણે રોજ અહીં આવીશું'
આરોપી બાબુભાઇ બાંભવાની

આ પહેલા પણ આરોપી બાઇક ચોરી, મારામારી અને દારૂ સહિત 7 જેટલા ગુનામાં સંડોવાયેલો છે.

 • Share this:
  અંકિત પોપટ, રાજકોટ : રોજકાટમાં (Rajkot) ભોમેશ્વર વિસ્તારમાં આવેલા ભરવાડ પરામાંથી એક બાઇક ચાલકે 8 વર્ષની બાળકીનું અપહરણ (Kidnap) કરીને દુષ્કર્મ (Rape) આચર્યું છે. આઠ વર્ષની દીકરી તેની દાદી સાથે ગઇકાલે શરદ પૂનમનાં ગરબા (Navratri) ગાઇને ઘરે આવતી હતી. જે દરમિયાન બાઇક સવારે તેનું અપહરણ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં બાબુભાઇ બાંભવાનીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પહેલા પણ આરોપી બાઇક ચોરી, મારામારી અને દારૂ સહિત 7 જેટલા ગુનામાં સંડોવાયેલો છે.

  આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડ્યો  આ મામલામાં રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રલાલે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 'રવિવારે રાતનાં ઘરની નજીક આવેલી ગરબીમાં લ્હાણી લઈને આઠેક વાગે પરત ફરી રહી હતી. આ સમયે એક બાઈક ચાલક બાબુ રોડ પર ઊભો હતો. આરોપીએ દાદી અને બાળકીને કહ્યું કે તમે થાકી ગયા છો તો બેસી જાવ તમને ઘરે મુકી જવ. તેમ કહીને બાળકીને બાઇક પર બેસાડીને લઇને ફરાર થયો હતો. રૈયા રોડ પર સ્મશાનની પાછળ બાળાને જંગલ જેવા વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાંથી પાછા ફરતી વખતે વાહન ખાડામાં પડ્યું હતું. જેથી બાળાને ચાલ્યા જવાનું કહ્યું હતું. અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે 15 ટીમની રચના કરી હતી અને અલગ-અલગ વિસ્તારમાં દોડાવી હતી. પોલીસની દોડધામ વચ્ચે બાળકી હેમખેમ ઘરે આવી પહોંચી હતી. જે બાદ પોલીસે બાબુને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. '

  આ પણ વાંચો : વડોદરા : 'મારા થકી આ ગર્ભ હોય તો પણ પડાવી નાંખ નહીં તો છૂટાછેટા આપ'

  આરોપીએ બાળકીને કહ્યું હતું કે, 'આપણે બન્ને રોજ અહીંયા આવીશું'

  યુવાને બાળકીને કહ્યું હતું કે, હું તને દરરોજ આઈસ્ક્રીમ લઈ દઈશ. આપણે બન્ને રોજ અહીંયા આવીશું. તેમ કહીને બાળાને અવવારૂ સ્થળે મૂકીને જ આરોપી ભાગી છૂટ્યો હતો. આ દરમિયાન બાળકી ઘરે આવવાનો પ્રયત્ન કરી રહી ત્યારે જ ત્યાંથી એક કારમાં દંપતી જઇ રહ્યાં હતાં. તેમણે આ બાળકીને જોઇ અને કાર ઉભી રાખી હતી. તેમણે બાળકીનાં ઘરનું સરનામું પૂછ્યું હતું. તે જાણીને તેઓ તેના પરિવાર પાસે મુકી આવ્યાં હતાં.

  બાઇક પર નંબર પ્લેટ પર ખુદ ગબ્બર તેમજ નાદાન બાબલો લખેલું હતું

  આરોપીનું જીજે3 કેઈ 4461 નંબરનું અને નંબર પ્લેટ પર ખુદ ગબ્બર તેમજ નાદાન બાબલો લખેલું બાઈક મળી આવ્યું હતું. બાઈકના નંબરના આધારે પોલીસે બાઈકના માલિકની મોડીરાતે જ અટકાયત કરી લીધી હતી. આ માલિકે ત્રણ મહિના પહેલા જ બાઈક વેચી દીધું હતું. તે બાદ પોલીસે મૂળ આરોપીની ઓળખ કરી લીધી હતી.
  First published:October 14, 2019, 15:11 pm