રાજકોટ : ઘરે એકલી રહેલી પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીએ કર્યો હાથ સાફ, ગર્લફ્રેન્ડની મમ્મીનાં દાગીના ચોર્યા

રાજકોટ : ઘરે એકલી રહેલી પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીએ કર્યો હાથ સાફ,  ગર્લફ્રેન્ડની મમ્મીનાં દાગીના ચોર્યા
ઝડપાયેલો આરોપી

રાજકોટમાં 'લવ કે લિયે સાલા કુછ ભી કરેગા' જેવો કિસ્સો, પ્રદ્યુમનનગરના વિચિત્ર કિસ્સામાં પોલીસને શંકા જતા યુવતીનો પ્રેમી જ ચોર નીકળ્યો, પ્રેમમાં 'જિંદગી રમણભમણ'

  • Share this:
રાજકોટ (Rajkot) શહેરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં ઘરે એકલી રહેલી પ્રેમિકાને (Lover) મળવા આવેલા પ્રેમીએ આર્થિક ભીંસ દૂર કરવા સોનાના દાગીના (Stolen Gold Jewellery) ચોરી લીધા હતા. ત્યારે ફરિયાદી મહિલાની પુત્રીની પોલીસે પૂછપરછ કરતાં પ્રેમ પ્રકરણ અને ચોરીનો ભાંડો ફુટયા નું સામે આવ્યું છે. વર્ષ 2001માં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં " લવ કે લિયે કુછ ભી કરેગા " નામનું હિન્દી ફિલ્મ આવ્યું હતું. આ ફિલ્મમાં સૈફ અલી ખાન તેમજ ફરીદ ખાન લીડ રોલમાં નજર આવ્યા હતા. ત્યારે આ જ ફિલ્મના ટાઇટલ ને ચરિતાર્થ કરતો કિસ્સો સામે આવ્યો છે રાજકોટ શહેરમાં.

સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના રેલ નગર રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા જાગૃતીબેન રસિક ગીરી ગોસાઈ નામની બ્યુટિશિયને પોતાના ફ્લેટમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ તપાસમાં ચોરી બીજા કોઈએ જ નહીં પરંતુ ફરિયાદીની પુત્રીના પ્રેમીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીએ પોલીસ પૂછપરછમાં આર્થિક ભીંસ દૂર કરવા તેમજ મોજ મજા કરવા માટે દાગીના ભરેલું પર્સ સેરવી લીધા ની કબુલાત આપી છે.રાજકોટમાંથી ઝડપાયેલા પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ સોનું ચોર્યુ


આ પણ વાંચો : 'રાજકોટ કા રાજા,' રસ્તા વચ્ચે કાર રોકી ઉતરી પડ્યા નબીરા, Video બનાવા ટ્રાફિક વચ્ચે કર્યા તાયફા

ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પ્રદ્યુમન નગર પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, ફરિયાદીના પિતા કે જે અમદાવાદ રહે છે તેમની તબિયત નાદુરસ્ત હતી જેના કારણે તેઓ 17 તારીખ ના રોજ અમદાવાદ ગયા હતા. આ સમયે તેમની પુત્રી ઘરે એકલી હતી. તારીખ 24 ના રોજ પિતાનું મૃત્યુ નિપજતા પુત્રીએ પ્રસંગમાં જવાનું રદ કરી પિતા પુત્રી અમદાવાદ પહોંચ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટ : 'મારો એક્સિડેન્ટ થયો છે, પૈસા ટ્રાન્સફર કર,' FBમાં આવો મેસેજ આવે તો ચેતજો, યુવકને 50,000નો ચૂનો લાગ્યો

ત્યારે દીકરીની માતા 26મી તારીખના રોજ રાજકોટ પોતાના ઘરે પરત આવ્યા હતા. ત્યારબાદ 30 મી તારીખના રોજ યુવતીની માતાએ કબાટની અંદર પાકીટમાં રાખેલી ચૂક પહેરવા માટે શોધખોળ કરતા કબાટમાં રાખેલ પાકીટ જોવા નહોતું મળ્યું. ત્યારે સમગ્ર મામલે સૌ પ્રથમ પોતાની પુત્રીને કબાટમાં રાખેલ પાકીટ અંગે પૂછ્યું હતું જે અંગે તેણે જણાવ્યું હતું કે અમદાવાદ જવાની ઉતાવળમાં પાકીટ તેને ક્યાં મૂકી દીધું હતું તેની ખબર નથી. ત્યારે સમગ્ર મામલે પોલીસને ચોર જાણ ભેદુ જ હોઈ તેવી શંકા પ્રથમ દ્વષ્ટિએ જ નજરે આવી રહી હતી.

ત્યારે સમગ્ર મામલે ફરિયાદી મહિલા ની પુત્રીને પોલીસે પૂછપરછ કરતાં યુવતીએ એ રેલ નગર ના રામેશ્વર પાર્કમાં રહેતા વિજયરાજ સિંહ અજીતસિંહ જાડેજા સાથે એક વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાની વાત જણાવી હતી. તો માતાની ગેરહાજરીમાં પોતાના પ્રેમીને ઘરે મળવા બોલાવ્યા હોવાની વાત પણ કરી હતી. ત્યારે પોલીસે પ્રિયાંશીના પ્રેમીને ઝડપી લઇ તેની આકરી પૂછપરછ કરતા તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો. તેમજ જણાવ્યું હતું કે તેણે આર્થિક ભીંસ દૂર કરવા તેમજ મોજ મજા કરવા માટે દાગીના ની ચોરી કરી હતી.
Published by:Jay Mishra
First published:February 01, 2021, 21:05 pm

ટૉપ ન્યૂઝ