રાજકોટઃ લૂંટનો live Video, ધોળા દિવસે રિવોલ્વરની અણીએ હિન્દી ભાષી 3 યુવકોએ ચલાવી સોના-ચાંદીની લૂંટ

રાજકોટઃ લૂંટનો live Video, ધોળા દિવસે રિવોલ્વરની અણીએ હિન્દી ભાષી 3 યુવકોએ ચલાવી સોના-ચાંદીની લૂંટ
cctvની તસવીર

રાજકોટમાં દોળા દિવસ રિવોલ્વરની અણીએ ત્રણ હિન્દી ભાષી શખ્શોએ સોના-ચાંદી સહિંતની લૂંટ ચલાવી હતી. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

  • Share this:
રાજકોટઃ રંગીલુ રાજકોટ (Rajkot) ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રંગીલા રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સંત કબીર રોડ (kabir road) પાસે આવેલી શિવ જ્વેલર્સમાં ધોળા દિવસે લૂંટનો બનાવ સામે આવ્યો છે.  રાજકોટમાં દોળા દિવસ રિવોલ્વરની અણીએ ત્રણ હિન્દી ભાષી શખ્શોએ સોના-ચાંદી સહિંતની લૂંટ (loot) ચલાવી હતી. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારના રોજ ધોળા દિવસે ત્રણ જેટલા હિન્દીભાષી શખ્સોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. સામાકાંઠા વિસ્તારમાં કે જ્યાં હજારોની સંખ્યામાં સોના-ચાંદીના તેમજ ઇમિટેશન જ્વેલરીના વેપારીઓની દુકાનો આવેલી છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી કોરોના મહામારી ના કારણે વેપાર ધંધામાં માઠી અસર જોવા મળી રહી છે.ઘટના સ્થળની તસવીર


ત્યારે દુકાળમાં અધિક માસ જેવો ઘાટ સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવ જ્વેલર્સના સંચાલક ને ત્યાં જોવા મળી રહ્યો છે. સામાકાંઠા વિસ્તારમાં આવેલા શિવ જ્વેલર્સમાં ધોળા દિવસે ત્રણ જેટલા હિન્દીભાષી શખ્સોએ આવીને સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન, એ ડિવિઝન, ક્રાઈમ બ્રાન્ચ તેમજ ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કર્ફ્યૂ દરમિયાન બર્થડે સેલિબ્રેશન કરવું ભારે પડ્યું, પોલીસપુત્ર રિઝવાન સહિત તમામ યુવકો ઝડપાયા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓએ જ્વેલર્સમાં લાગેલા સીસીટીવી ચેક કર્યા હતા. સમગ્ર ઘટના કઇ રીતે બની હતી તે અંગે માહિતી પણ મેળવી હતી તો સાથે જ સીસીટીવી ફૂટેજ હાલ પોલીસે કબજે કર્યા છે. રાજકોટ શહેર પોલીસે બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન તેમજ તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર નાકાબંધી તેમજ વોચ ગોઠવી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

આ પણ વાંચોઃ-ઓક્સીજનની અછત વચ્ચે ઘરમાં લાવો આ છોડ, ઘરના વાતાવરણમાં નહીં સર્જાય ઓક્સીજનની કમી

ઘટના સ્થળે આવેલી પોલીસની તસવીર


તો સાથે જ શહેરમાં લાગેલા કેમેરાથી હાલ લૂંટારૂઓ કઈ તરફ નીકળી ગયા છે તેની ભાળ પણ મેળવવામાં આવી રહી છે. મીડિયા સાથેની વાતચીતમાં શિવ જ્વેલર્સના સંચાલકે એક કરોડથી વધુનો મુદ્દામાલ લૂંટી ગયા હોવાનું જણાવ્યું છે. લૂંટારુઓએ રિવોલ્વરમાંથી ફાયરિંગ નો પ્રયાસ પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.સમગ્ર મામલે હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારબાદ આઈપીસીની કલમ હેઠળ તેમજ જી પી એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે. તો સાથોસાથ ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે.
Published by:ankit patel
First published:April 26, 2021, 20:01 pm

ટૉપ ન્યૂઝ