રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક
સીસીટીવીની તસવીર

દર્શન મકવાણા નામનો વ્યક્તિ બાઈક ચલાવતો હતો જ્યારે કે તેની પાછળ તેનો મિત્ર બેઠો હતો. હાલ બંને યુવાનોને સારવાર અર્થે રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

  • Share this:
રાજકોટઃ રાજકોટમાં (Rajkot) માત્ર એક દિવસના અંતરે ફરી એક વખત અકસ્માતનો (Accident) બનાવ સામે આવ્યો છે. તાલુકા પોલીસ સ્ટેશન (taluka police station) વિસ્તારમાં આવેલ કોસ્મોપ્લેક્સ પાસે બાઈક અને કાર વચ્ચે (Bike and car accident) અથડામણ થતાં બાઇકચાલક ફૂટબોલની જેમ ફંગોળ્યો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ છતાં હાલ સીસીટીવી ફૂટેજ વાયરલ થઇ રહ્યા છે.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ક્યા પ્રકારે ફોરવીલ કારચાલક છે તે કોસ્મોપ્લેક્સની અંદર જવા માટે વળાંક લ્યે છે. ત્યારે પૂર ઝડપે ઇસ્કોન મંદિરથી કોસ્મોપ્લેક્ષ તરફ આવતું બાઈક કયા પ્રકારે કાર સાથે અથડાઈ છે.



ત્યારબાદ બાઈક ચાલક કયા પ્રકારે ફૂટબોલની જેમ ફંગોળાઈને કારની પેલે પાર જતો રહે છે. અકસ્માતનો બનાવ બનતાની સાથે જ આજુબાજુના લોકો એકઠા થયા હતા તો તાત્કાલિક અસરથી પોલીસ તેમજ 108ની ટીમને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ-Zomato ડિલિવરી બોયનું કારસ્તાન, યુવતીને મુક્કો મારી નાકે કર્યું ફ્રેક્ચર, યુવતીએ videoમાં વ્યક્ત કરી આખી ઘટના

આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ સ્ટેશન નો કાફલો તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તાલુકા પોલીસ દ્વારા હાલ વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે. તો સાથોસાથ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

આ પણ વાંચોઃ-બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું 'જીવવાનું મન નથી....માટે જઈ રહ્યા છીએ'

મળતી માહિતી પ્રમાણે દર્શન મકવાણા નામનો વ્યક્તિ બાઈક ચલાવતો હતો જ્યારે કે તેની પાછળ તેનો મિત્ર બેઠો હતો. હાલ બંને યુવાનોને સારવાર અર્થે રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. બાઈક ચલાવનાર દર્શન મકવાણાની હાલત ખુબ જ ગંભીર જાણવા મળી છે જ્યારે કે તેના મિત્રના પગના ભાગે ફ્રેક્ચર થયા હોવાનું સામે આવ્યું છે.



ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ ત્રિકોણબાગ પાસે પણ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જે અકસ્માતના બનાવમાં ટેમ્પો ટ્રાવેલર દ્વારા એક્સેસ ને અડફેટે લેતા ઘટનાસ્થળ પર જ ભાવના બેન જગદિશ ભાઈ સોલંકી નામના મહિલાનું મોત નિપજયું હતું.
Published by:ankit patel
First published:March 11, 2021, 21:09 pm

ટૉપ ન્યૂઝ