રાજકોટઃ હુમલાનો live video, વાહન પાર્ક બાબતે થઈ બોલાચાલી, સિક્યુરિટી ગાર્ડે યુવકને ઝીંક્યા કાતરના ઘા

રાજકોટઃ હુમલાનો live video, વાહન પાર્ક બાબતે થઈ બોલાચાલી, સિક્યુરિટી ગાર્ડે યુવકને ઝીંક્યા કાતરના ઘા
સીસીટીવીની તસવીર

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર પોલીસ ચોકીથી માત્ર 50 મીટર દૂર મારામારીનો બનાવ સામે આવ્યો છે. સામાન્ય બોલાચાલીમાં વાહન ચાલકને ખાતર નાખી દીધા હોવાનું સીસીટીવીમાં કેદ થવા પામ્યું છે. 

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot city) ચોકીદારે (security guard) વાહન ચાલક સાથેના ઝગડામાં વાહન ચાલકને કાતરના (Scissors attack) ઘા ઝીંકી દીધા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ (A Division Police) દ્વારા ચોકીદારની અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે કે ઘાયલ વ્યક્તિને 108 મારફતે હોસ્પિટલ (hospital) ખસેડવામાં આવ્યો છે.

રાજકોટ શહેરમાં જાણે કે ચોરી લૂંટફાટ અને મારામારીના બનાવો સામાન્ય બની ગયા હોય તે પ્રકારે એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ (Yagnik road) ઉપર પોલીસ ચોકીથી માત્ર 50 મીટર દૂર મારામારીનો બનાવ સામે આવ્યો છે. સામાન્ય બોલાચાલીમાં વાહન ચાલકને ખાતર નાખી દીધા હોવાનું સીસીટીવીમાં કેદ થવા પામ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા હીરાપન્ના કોમ્પ્લેક્સના સિક્યુરિટી ગાર્ડ દ્વારા વાહન ચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો. વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે વાહનચાલક મિત્તલ રાચ્છ સાથે સિક્યુરિટી ગાર્ડને બોલાચાલી થઇ હતી.

આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વો: પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પ્રેમીએ છરી વડે કરી પતિની હત્યા

દરમિયાન સિક્યુરિટી ગાર્ડ રોષે ભરાયો હતો. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ છતાં જોઇ શકાય છે કે આ પ્રકારે સિક્યુરિટી ગાર્ડ વાહનચાલકને મારવા માટે હાથમાં પાઇપ લઈને દોડ્યો હતો.

આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા પરંતુ કોઈએ બંને વ્યક્તિમાં એક પણ વ્યક્તિને છુટા પાડવાની તસ્દી નહોતી લીધી. ત્યારે ઘટનાસ્થળ પર હાજર રહેલા મોટાભાગના લોકો વીડિયો ઉતારવામાં મસ્ત રહ્યા હોય તેઓ સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું સામે આવી રહ્યું છે.ત્યારે એ ડિવિઝન પોલીસ દ્વારા સિક્યુરિટી ગાર્ડ વિરૂદ્ધ આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વાહનચાલકની તબિયત હાલ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. તબીબો દ્વારા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.
Published by:ankit patel
First published:March 25, 2021, 20:06 pm

ટૉપ ન્યૂઝ