રાજકોટઃ જેલમાંથી છૂટેલી મહિલા પોલીસ જવાનને ચીઠ્ઠી આપીને પોલીસ સ્ટેશન બહાર સળગી, શું લખ્યું છે ચિઠ્ઠીમાં?

રાજકોટઃ જેલમાંથી છૂટેલી મહિલા પોલીસ જવાનને ચીઠ્ઠી આપીને પોલીસ સ્ટેશન બહાર સળગી, શું લખ્યું છે ચિઠ્ઠીમાં?
ઘટના સ્થળની તસવીર

થોડા સમય પહેલાં જ પાડોશી સાથેના ઝઘડાના ગુનામાં કંચનબેન નામની મહિલાને ત્રણથી ચાર મહિલા જેલમાં પણ રહેવું પડ્યું હતું. ચિઠ્ઠીમાં મહિલાએ શું લખ્યું છે તે હજુ સુધી પોલીસ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું.

  • Share this:
રાજકોટઃ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની (Gondal taluka police station) સામે એક અજીબોગરીબ કિસ્સો બન્યાનું સામે આવ્યું છે. ઝઘડાના ગુનામાં ત્રણથી ચાર મહિના જેલમાં (Jail) રહેલી મહિલાએ (woman) જેલમાંથી મુક્ત થયા બાદ પોલીસ સ્ટેશનના જવાનને ચિઠ્ઠી (latter) આપી પોતાની જાત જલાવવાનો પ્રયાસ (suicidie attempt) કરતા તેને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શનિવારના રોજ બંધીયા ગામની કંચનબેન ગોહિલ નામની મહિલા પહોંચી હતી. જ્યાં તેણે પોલીસ જવાનને ચિઠ્ઠી આપી જ્વલનશીલ પદાર્થ પોતાના શરીરે છાંટી પોતાની જાત જલાવી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલાં જ પાડોશી સાથેના ઝઘડાના ગુનામાં કંચનબેન નામની મહિલાને ત્રણથી ચાર મહિલા જેલમાં પણ રહેવું પડ્યું હતું. શનિવારની સવારે તે પોલીસ મથક સામે આવીને પોલીસ જવાનને ચિઠ્ઠી આપી અને ત્યારબાદ તરત જ પોતાની જાત જલાવી હતી.

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું

આ પણ વાંચોઃ-બોયફ્રેન્ડને ફોન ઉપર સંભળાઈ પ્રેમિકાની ચીસો, બે દિવસ બાદ અર્ધનગ્ન હાલતમાં મળી યુવતીની લાશ

ઘટનાને પગલે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પણ અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો. કોઈને કંઈ સમજણ પડે તે પૂર્વે જ મહિલા ગંભીર રીતે દાઝી ગઇ હતી અને જેના કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. મહિલાને સારવાર અર્થે સૌપ્રથમ ગોંડલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી અને ત્યારબાદ વધુ સારવાર છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ રેસ્ટોરન્ટમાં કરતા હતા કોરોના દર્દીઓની સારવાર, દિવસનો રૂ.18,000 વસૂતા ચાર્જ, રાજાણી પિતા-પુત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં આવેલ બર્ન્સ વિભાગ ખાતે ખસેડવામાં આવી હતી. મહિલાએ આપેલી ચિઠ્ઠી તાલુકા પોલીસે કબજે કરી છે. ચિઠ્ઠીમાં મહિલાએ શું લખ્યું છે તે હજુ સુધી પોલીસ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું. તો સાથે જ મહિલાએ ક્યા કારણોસર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તે પણ હજુ સુધી નથી જાણી શકાયું.સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરજ પર હાજર રહેલા પોલીસ અધિકારીઓને જવાનોએ આગ બુજાવી મહિલાને સારવાર માટે ખસેડી હતી. જ્યારે કે સમગ્ર મામલાની જાણ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા રાજકોટ ગ્રામ્ય પોલીસ કંટ્રોલરૂમને પણ કરી હતી.
Published by:ankit patel
First published:April 24, 2021, 18:43 pm

ટૉપ ન્યૂઝ