Home /News /kutchh-saurastra /

રાજકોટ: વિષપાન કરનાર પિતા-પુત્રના મોતથી હાહાકાર, પરિવારને ન્યાય અપાવવા બ્રહ્મ સમાજ આગળ આવ્યો

રાજકોટ: વિષપાન કરનાર પિતા-પુત્રના મોતથી હાહાકાર, પરિવારને ન્યાય અપાવવા બ્રહ્મ સમાજ આગળ આવ્યો

પિતા-પુત્રની તસવીર

જે તે સમયે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ડાયરી પણ કબજે કરવામાં આવી હતી. તે ડાયરીમાં કેટલાક પન્ના ફાટેલી હાલતમાં હતા. વકીલ અને દિલીપ કોરાટ દ્વારા તેમનું મકાન પચાવી પાડવાનો કારસો ઘડી કાઢયો હોવાનું જણાવ્યું હતું.

રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot) બરડાઈ બ્રાહ્મણ પરિવારના (brahmin family) ત્રણ જેટલા સભ્યોએ ઝેરી દવા પીધા (poison) હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે બ્રાહ્મણ પરિવારના સભ્યોને ઝેરી દવા પીવા માટે મજબૂર કરનારા બે જેટલા શખ્સો સામે તાલુકા પોલીસે (taluka police) ફરિયાદ નોંધી છે. તાલુકા પોલીસે વકીલ આર. ડી. વોરા અને દિલીપ કોરાટ નામના શખસ વિરૂદ્ધ આઈપીસીની કલમ 306, 114, 406, 387, 120(b) હેઠળ ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથેની વાતચીતમાં મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ કમલેશભાઈ લાંબડીયાએ પોતાના પુત્ર અને પુત્રીને કોરોના નામે ઝેરી દવા પીવા આપી હતી.

તે પહેલા પોતે પણ ઝેરી દવા પીધી હતી. ત્યારે દવા પીવાના કારણે પિતા પુત્ર અને પુત્રીને ઉલટી થવા માંડતા પત્ની જયશ્રીબેન દવા પીવાનું માંડી વાળ્યું હતું. સારવાર માટે પિતા પુત્ર અને પુત્રીને તાત્કાલિક અસરથી શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રથમ અંકિત લાંબડીયાનું મૃત્યુ નીપજ્યું હતું અને ત્યારબાદ તેના પિતા કમલેશભાઈ લાંબડીયાનું મૃત્યુ નિપજયું છે. જ્યારે કે દીકરી કૃપાલી હજુ પણ સારવાર હેઠળ છે.

પુત્ર અંકિતનું મૃત્યુ નિપજતા માતા જયશ્રીબેનની ફરિયાદના આધારે પતિ કમલેશભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે હત્યાના કામે કમલેશભાઈ ની ધરપકડ થાય તે પૂર્વે જ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.  સમગ્ર મામલે મંગળવારના રોજ બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રજૂઆત પણ કરવામાં આવી હતી. જે રજૂઆત અંતર્ગત કમલેશભાઈ પાસેથી પોલીસને જે સુસાઈડ નોટ મળી છે તે સુસાઈડ નોટમાં કેટલાક શખ્સોના નામ લખવામાં આવ્યા છે તેમાં કેટલાક આક્ષેપ કરવામાં આવ્યા છે. તે તમામ વ્યક્તિઓ વિરુદ્ધ તાત્કાલીક અસરથી પગલા ભરવામાં આવે તેમ જ પીડિત પરિવારને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તે માટેની રજૂઆત કરી હતી. આ રજૂઆત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સહિતના નેતાઓએ કરી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કોરોનાની દવા ગણાવી પુત્રી-પુત્રને ઝેર પીવડાવ્યા બાદ પિતાએ પણ ઝેર પીધું, સુસાઈડ નોટમાં લખ્યું કરાણ

આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

ત્યારે તાલુકા પોલીસે બુધવારના રોજ વકીલ આર ડી વોરા અને દિલીપ કોરાટ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. ત્યારે બંને આરોપીઓ કેટલા સમયમાં ઝડપાઈ જાય છે તે જોવું તે મહત્ત્વનું બની રહેશે. મૃતક કમલેશભાઈ ના પત્ની જયશ્રીબેન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિલીપ વોરા દ્વારા ત્રણ માસ પૂર્વે તેમના પતિ વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં અરજી કરવામાં આવી હતી. 1,20,00,000ના મકાન સામે તેમના પરિવારને માત્ર 20 લાખ જ મળ્યા છે. વકીલ અને દિલીપ કોરાટ દ્વારા તેમનું મકાન પચાવી પાડવાનો કારસો ઘડી કાઢયો હોવાનું જણાવ્યું હતું.તો બીજી તરફ મૃતક કમલેશ ભાઈ વિરૂદ્ધ ત્રણ માસ પૂર્વે એક અરજી દિલીપ વોરા દ્વારા કરવામાં આવી હતી. જે તે સમયે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ડાયરી પણ કબજે કરવામાં આવી હતી. તે ડાયરીમાં કેટલાક પન્ના ફાટેલી હાલતમાં હતા. જેથી કરીને ક્રાઈમ બ્રાન્ચે હાલતે ડાયરી એફએસએલમાં મોકલી આપી છે. ત્યારે આ મામલે એફ.એસ.એલ.ના રિપોર્ટ આવવાનો પણ બાકી છે. ત્યારે એફ.એસ.એલ નો રિપોર્ટ પણ આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.
Published by:ankit patel
First published:

Tags: ક્રાઇમ બ્રાંન્ચ, ગુજરાત, ગુનો, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર