રાજકોટ : હોટલ કોકાના માલિકનો બીજા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ, હાલત ગંભીર

News18 Gujarati
Updated: December 11, 2019, 9:17 AM IST
રાજકોટ : હોટલ કોકાના માલિકનો બીજા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ, હાલત ગંભીર
હોટલ કોકા

મોડી રાત્રે આપઘાતના પ્રયાસ બાદ તેજ શેઠને 108ની મદદથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.

  • Share this:
રાજકોટ : શહેરમાં એક હૉટલ માલિકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. યાજ્ઞિક રોડ પર આવેલી કોકા હોટલના માલિકે મંગળવારે રાત્રે હૉટલના બીજા માળેથી નીચે કૂદી ગયા હતા. હાલ તેમને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમની હાલત ખૂબ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પારિવારિક મનદુખમાં આપઘાતનો પ્રયાસ

મળતી માહિતી પ્રમાણે શહેરના ખૂબ વ્યસ્ત અને હાર્દ સમા યાજ્ઞિક રોડ પર આવેલી હૉટલ કોકાના માલિક તેજભાઈ શેઠે મંગળવારે રાત્રે પારિવારિક કારણોથી મનદુખમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેજ સુનિલભાઈ શેઠ હૉટલના જ બીજા માળેથી નીચે કૂદી ગયા હતા. નીચે પડતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદમાં તાત્કાલિક તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તેજ શેઠ બીજા માળેથી સીધા જ હૉટલના ગેટની સામે નીચેના ભાગે પડ્યા હતા. નીચે પડવાથી તેમને ઈજા પહોંચી હતી અને રોડ પર લોહીનું ખાબોચીયું ભરાઈ ગયું હતું. આપઘાતના પ્રયાસ બાદ તેજ શેઠને તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમની હાલત ખૂબ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસ વધારે વિગત મેળવી રહી છે.
First published: December 11, 2019
વધુ વાંચો
अगली ख़बर