રાજકોટ: બે રિક્ષાને ટક્કર મારીને બેકાબૂ કાર પેટ્રોલપંપમાં ઘૂસી ગઈ

News18 Gujarati
Updated: June 13, 2018, 1:55 PM IST
રાજકોટ: બે રિક્ષાને ટક્કર મારીને બેકાબૂ કાર પેટ્રોલપંપમાં ઘૂસી ગઈ
News18 Gujarati
Updated: June 13, 2018, 1:55 PM IST
રાજકોટમાં બેકાબુ કારે એક રીક્ષા ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં કાર પેટ્રોલપંપમાં ઘૂસી જતાં એક વૃદ્ધ ઇજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે.

કાલાવડ રોડ ઉપર પૂરઝડપે આવી રહેલી કારની અડફેટે રીક્ષા આવી જતા કાર સીધી પેટ્રોલપંપમાં ઘૂસી જાય છે.  સીસીટીવીમાં જોઇ શકાય છે કે એક બેકાબૂ કાર ઓવરલોડિંગ રીક્ષાને ટક્કર મારે છે, અને તે જ સમયે એક બાઇક ચાલકને પણ ટક્કર મારે છે.

CCTV VIDEO જોવા માટે ક્લિક કરો

કાર અકસ્માત સર્જી પેટ્રોલપંપમાં ઘૂસી ગઇ હતી અને ત્યાં એક વ્યકિત ઇજાગ્રસ્ત થયો હતો. હાલ તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर