રાજકોટ: પટેલ સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ નરેશ પટેલે (Naresh Patel)કોરોનાની ચેન તોડવા માટે અનોખી પહેલ કરી છે. તેમણે પોતાની કંપનીમાં સાત દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન (Self Lockdown) જાહેર કર્યું છે. એટલે કે પટેલ બ્રાસ વર્કસ એક અઠવાડિયા માટે બંધ રહેશે. નરેશ પટેલની આ કંપનીમાં 450 કર્મચારી (Employees)ઓ કામ કરી રહ્યા છે. હાલ રાજકોટમાં કોરોનાનો કહેર (Coronavirus cases- Rajkot) વધ્યા છે ત્યારે ઉદ્યોગપતિ તરફથી કરવામાં આવેલી આવી પહેલી આવકાર્ય છે. આ સાજે જ નરેશ પટેલે સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરીને સમાજ અને અન્ય ઉદ્યોગપતિઓને પણ એક સંદેશ આપ્યો છે. અન્ય ફેક્ટરી માલિકો હવે નરેશ પટેલની રાહ પર ચાલે છે કે નહીં તે જોવું રહ્યું. રાજ્યના અન્ય શહેરોમાં પણ સ્વૈચ્છિક લૉકડાઉનના નિર્ણયો લેવાયા છે. જેના પર એક નજર કરીએ.
ઉપલેટા (ભાયાવદર): નાના એવા ભાયવદર ગામમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ગામમાં હાલ 300 જેટલા એક્ટિવ કેસ છે. કોરોનાથી છ લોકોનાં મોત થતા ગામમાં ભયનો માહોલ છે. જે બાદમાં ભાયાવદરમાં સ્વયંભૂ લૉકડાઉન લાગ્યું છે. શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ સ્વૈચ્છિક લૉકડાઉન રહેશે.
ગીર સોમનાથ: કોરોના વધી રહેલા કેસ વચ્ચે આજથી કોડીનાર ત્રણ દિવસ સ્વંયભુ બંધ રહેશે. ચેમ્બર્સ ઑફ કોમર્સ અને વહીવટી તંત્ર અને તાલુકાના અગ્રણીઓ તરફથી આ નિર્ણય લેવાયો છે. ત્રણ દિવસ સુધી માત્ર મેડિકલ અને ઇમરજન્સી સિવાયની તમામ પ્રવૃત્તિ બંધ રહેશે. શહેરમાં દૂધની ડેરીઓ સવારે બે કલાક ચાલુ રહેશે.
જામનગર: જામનગરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આજથી ત્રણ દિવસ સુધી સ્વંયભૂ લૉકડાઉન થયું છે. વેપારી અને ઉદ્યોગકારોના એસોસિએશનને ચેમ્બર ઑફ કોમર્સ સાથે મળીને આ નિર્ણય લીધો છે.
પાટણ: પાટણમાં આવેલી ઐતિહાસિક અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનાર રાણકી વાવમાં આજથી પ્રવેશ બંધ કરાયો છે. કોરોનાનું સંક્રમણ વધવાને પગલે આ નિર્ણય લેવાયો છે. આગામી 15 મે મહિના સુધી રાણકી વાવ પ્રવાસીઓ માટે બંધ રહેશે.
પંચમહાલ: પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે. કોરોના મહામારીને લઈને પુરાતત્વ વિભાગ દ્વારા આગામી 15મી મે એટલે કે 30 દિવસ સુધી પ્રવેશ કરવાનો નિર્ણય કરાયો છે. વર્લ્ડ હેરીટેઝમાં સ્થાન ધરાવતાં પાવાગઢ-ચાંપાનેર ખાતે આવેલા 114 મોન્યુમેન્ટ પૈકી 39 મોન્યુમેન્ટને પુરાતત્વ વિભાગ આરક્ષિત કરાયા છે.
" isDesktop="true" id="1088696" >
છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં વેપારીઓએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે પ્રમાણે છોટાઉદેપુર નગરમાં દુકાનો અને વેપાર બપોરે 2 કલાક સુધી જ ચાલુ રાખવામાં આવશે. આગામી 30 તારીખ સુધી બપોરના બે વાગ્યા પછી બજારો બંધ રહેશે.