Home /News /kutchh-saurastra /

રાજકોટઃ RTI કરીશ તો માર ખાવાનો વારો આવશે: પૂર્વમંત્રી કુંવરજી બાવાળીયાનો ઓડિયો Viral

રાજકોટઃ RTI કરીશ તો માર ખાવાનો વારો આવશે: પૂર્વમંત્રી કુંવરજી બાવાળીયાનો ઓડિયો Viral

પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાનો વિવાદિત ઓડિયો વાયરલ થયો હતો.

ભાજપનાં પૂર્વ મંત્રી(Former Minister) અને ધારાસભ્ય(MLA) કુંવરજી બાવાળીયા(Kunwarji Bavaliya)ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. તેમનો એક ઓડિયો વાયરલ(Audio Clip) થયો છે. જેમાં તે એક વ્યક્તિને ધમકી આપી રહ્યા છે.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : ભાજપનાં પૂર્વ મંત્રી(Former Minister) અને ધારાસભ્ય(MLA) કુંવરજી બાવાળીયા(Kunwarji Bavaliya)ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. તેમનો એક ઓડિયો વાયરલ(Audio Clip) થયો છે. જેમાં કુંવરજી બાવળીયા દ્વારા તાલુકા પંચાયાતનાં(Taluka Panchayat) સદસ્યને આરટીઆઈ(RTI) મુદ્દે ધમકી(Threat) આપવામાં આવી રહી છે. અને કુંવરજી બાવળીયા(Kunwarji Bavaliya) ત્યાં સુધી કહે છે કે, આરટીઆઈ(RTI) કરીશ તો માર ખાવાનો વારો આવશે જોકે આ ઓડિયોક્લિપમાં(audio Clip) કેટલી સચ્ચાઈ છે તે બાબત તપાસનો વિષય છે. ન્યૂઝ 18 (લોકલ)આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી. પરંતુ આ ઓડિયોક્લિપ વાયરલ થતા લોકોમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.

    વાયરલ ઓડિયોક્લિપનાં અંશો

    કુંવરજી બાવળીયા : એ દરબાર કોણ છે તેને પણ કહેજો કે આ વિસ્તારમાં ખેલ નાંખવનું બંધ કરે અહીં ધારાસભ્ય કુંવરજીભાઈ છે.

    ભવાનભાઈ સરવૈયા: સાહેબ એમાં દરબારે કોઈ નથી કીધું મેં જ રિકવેસ્ટ કરી છે.

    કુંવરજી બાવળીયા : ચંદ્રસિંહ રાજ સહિતનાંને બોલાવો હું આવું અને ગામ વચ્ચે ચોકમાં મિટિંગ રાખીએ.

    ભવાનભાઈ સરવૈયા: પ્રથમ આવવાની નાં પાડ્યા બાદ કહે છે કે, હું આવીશ

    કુંવરજી બાવળીયા : ચોકમાં જ રાખવું છે, 42 લાખ રૂપિયા મંજુર કરાવ્યા પછી થતા કામમાં કાઈ નબળું નથી

    ભવાનભાઈ સરવૈયા: એ સાહેબ નબળું જ છે અઢી ફૂટ ગટર કરવાની વાત હતી તેને બદલે દોઢ ફૂટ કરી છે, હું હવે આરટીઆઈ કરી નાખું

    કુંવરજી બાવળીયા : તો ખાવાનો વારો આવે, પૈસા તમે માંગો અને આરટીઆઈ કરો તો ખાવાનો વારો આવે, આરટીઆઈ કરો તો પણ કાઈ નો થાય, તમારા ગામનાએ કામ કર્યું છે, તમે રૂપિયા માંગ્યા તેનું રેકોર્ડિંગ પણ આવી ગયું છે

    ભવાનભાઈ સરવૈયા: સારું વાંધો નહિ રેકોર્ડિંગ ભલે આવ્યું પણ અમારા ગામનાએ કામ નથી કર્યું

    કુંવરજી બાવળીયા : કોને કર્યું તે હું આવું અને ભેગા થઈએ ત્યારે વાત

    આ પણ વાંચો: દે દારૂ લે દારૂ: રાજકોટમાં ખુલ્લેઆમ રોડ પર દારૂ વેચી રહેલા વ્યક્તિનો Video વાયરલ

    ઉલ્લેખનીય એ છે કે,વિછીયા તાલુકાના તાલુકા પંચાયત સદસ્યનાં પ્રતિનિધિ ભવાનભાઈ સરવૈયાએ ગામની અંદર ચાલતા પાણી તેમજ ગટર લાઈનનું કામ નબળું થયું હોવાનું જણાયું હતું. તેમજ તેમણે આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી. જો કે તેમના દ્વારા આરટીઆઈ કરવામાં આવતા જસદણ વિછીયાના ધારાસભ્ય કુંવરજી બાવળીયા ભારે નારાજ થયા હતા. તેની ઓડિયોક્લિપ હાલ ભારે વાયરલ થઈ છે
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot city, Rajkot News, રાજકોટ

    આગામી સમાચાર