TikTokનાં કારણે થયો પ્રેમ, પત્ની અને પ્રેમિકાને સાથે રાખવાની પતિની જીદ

News18 Gujarati
Updated: November 6, 2019, 12:16 PM IST
TikTokનાં કારણે થયો પ્રેમ, પત્ની અને પ્રેમિકાને સાથે રાખવાની પતિની જીદ
પ્રતિકાત્મક તસવીર

વકને ટિકટોક પર એક કચ્છની છોકરી સાથે મિત્રતા થઇ અને બાદમાં પ્રેમ થયો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : રાજકોટમાં (Rajkot) પતિ, પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકનું લગ્ન ચાર વર્ષ પહેલા જ થયું હતું અને તેમને એક બાળકી પણ છે. આ યુવકને ટિકટોક પર એક કચ્છની છોકરી સાથે મિત્રતા થઇ અને બાદમાં પ્રેમ થયો હતો. આ વાતની જ્યારે પત્નીને જાણ થઇ તો પહેલા તો અન્ય યુવતીને છોડી દેવાનું કહ્યું અને આ અંગે અવારનવાર ઝઘડા પણ થતા રહેતા હતાં. પરંતુ યુવકે પોતાની જીદ ન છોડતા પત્નીએ પતિની મહિલા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પરિણીત યુવાનને કચ્છની યુવતી સાથે ટિકટોકનાંમની એપ પર વીડિયો બનાવતા બનાવતા પ્રેમ થયો હતો. આ વાતની જાણ પત્નીને થતાં યુવકે કહ્યું હતું કે, હું પત્ની અને પ્રેયસી બંન્નેમાંથી કોઇને નહીં છોડું. બંન્ને સાથે રહીશ. પ્રેયસી માટે નવું ઘર ખરીદીને તેની સાથે પણ રહીશ અને પત્ની અને પરિવાર સાથે પણ રહેશે. જોકે, યુવકની આ વાત સાંભળતા તેના માતાપિતા પણ ગુસ્સે થયા હતાં. તેમણે પણ પુત્રવધૂનું જ ઉપરાણું લઇને તેની બાજુ જ બોલ્યા હતાં. તો પણ વાત ન બનતા પત્નીએ 181માં ફોન કરીને મદદ માંગી હતી.

આ પણ વાંચો : અંબાજી : ધો.9ની પ્રક્ષાચક્ષુ વિદ્યાર્થિની પર બે શિક્ષકોએ દુષ્કર્મ આચર્યું

જે અંગે, કાઉન્સિલર તૃપ્તિ પટેલ, મહિલા કોન્સ્ટેબલ હેતલ પરમાર યુવાનનાં ઘરે પહોંચ્યા હતા. સમગ્ર વિગત જાણી કાઉન્સેલિંગ શરૂ કર્યુ હતું. આ યુવાનને પણ ઘણો જ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પોતાની વાત પરથી હટતો જ ન હતો. જે બાદ ગોંડલ પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરી હતી.
First published: November 6, 2019, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading