રાજકોટ: પતિએ પોતાની પૂર્વ પત્નીની છરીના ઘા ઝીંકી કરી હતી

News18 Gujarati
Updated: March 12, 2018, 9:35 PM IST
રાજકોટ: પતિએ પોતાની પૂર્વ પત્નીની છરીના ઘા ઝીંકી કરી હતી
અશ્વિન અને દિપીકા એ બે વર્ષ પુર્વે લગ્ન કર્યા હતા. જે બાદ બંને વચ્ચે છેલ્લા કેટલાંય સમયથી માથાકુટ ચાલતી હતી...

અશ્વિન અને દિપીકા એ બે વર્ષ પુર્વે લગ્ન કર્યા હતા. જે બાદ બંને વચ્ચે છેલ્લા કેટલાંય સમયથી માથાકુટ ચાલતી હતી...

  • Share this:
હવે વાત રંગીલુ મટ્ટી ગુનાખોરીના હબ બની ચુકેલા રાજકોટની. એક સમય હતો જ્યારે રાજકોટની છબી રંગીલા શહેર તરીકેની હતી. પરંતુ જે રીતે રાજકોટમા દિવસે અને દિવસે ગુનાખોરીનો ગ્રાફ જે ઉપર જઈ રહ્યો છે ત્યારે તેની છબી રંગીલી મટ્ટી ગુનાખોરીની થઈ ચુકી છે. ત્યારે રાજકોટમા લગ્ન જેવા પવિત્ર સંબંધનુ ખુન થતો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે જુઓ આ વિશે અમારો આ રીપોર્ટ

પતિ પત્નીના સંબંધને સૌથી પવિત્ર સંબંધ ગણવામા આવે છે. એક દિકરી કે જે તેના માતા પીતાનુ ઘર છોડી પારકા ઘરને પોતિકુ બનાવે છે. તો સાથો સાથ સપ્તપદીના સોગંધ વખતે પતિ તેની હરહંમેશ રક્ષા કરવાનુ પણ વચન આપે છે. પરંતુ જ્યારે રક્ષણ કરનાર જ ભક્ષક બની જ્યા ત્યારે કહેવુ જ કોને. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટમા. રાજકોટમા અશ્વિન પરમાર નામના પતિએ તેની જ પુર્વ પ્તનીની છરીના બે ઘા ઝીંકી હત્યા નિપજાવી છે.

રાજકોટ તાલુકા પોલિસ સ્ટેશન પોલિસ ઈન્સપેકટર વિ.એસ.વણઝારાએ જણાવ્યું કે, આજે મોડી રાત્રે અમારે ત્યા કંટ્રોલ માથી વર્ધી આવી હતી કે ખાનગી પાર્ટી પ્લોટ પાસે એક યુવતીને છરીના બે ઘા ઝીંકી દીધા છે. જે બાબતે તેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી હતી. જ્યા સારવાર દરમિયાન તેનુમૃત્યુ નિપજ્યુ હતુ.

મૃતકના પુર્વ પતિ અશ્વિને દિપીકાને ફોન કરી મળવાનુ કહ્યુ હતુ. જે બાબતે તે કેટરસના કામકાજે હોઈ તેથી તેને ખાનગી પાર્ટી પ્લોટ પાસે મળવા બોલાવ્યો હતો. આ સમયે દિપીકા પાર્ટી પ્લોટની બહાર નિકળતા અશ્વિને બે ઘા છરીના ઝીંકી તેણીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમા હત્યામા પરિવર્તિત થયો હતો.

રાજકોટ તાલુકા પોલિસ સ્ટેશનના પોલિસ ઈન્સપેકટર વિ.એસ.વણઝારાએ જણાવ્યું કે, અશ્વિન અને દિપીકા એ બે વર્ષ પુર્વે લગ્ન કર્યા હતા. જે બાદ બંને વચ્ચે છેલ્લા કેટલાંય સમયથી માથાકુટ ચાલતી હતી. અશ્વિન અવારનવાર દિપીકાને મારતો હોવાની ફરિયાદ પણ પોલિસને મળી હતી. જે બાદ 2માસ પુર્વે જ બંનેના છુટાછેડા કોર્ટના માધ્યમથી થતા બંને છુટા પડયા હતા. દિપીકા કેટરસમા કામ કરતી હોઈ જેથી અશ્વિન તેના ચરિત્ર પર શંકા કરતો.

એક શંકા કુશંકા લગ્ન જેવા પવિત્ર સંબંધના લિરે લિરા ઉડાડી નાખે છે. ત્યારે રાજકોટમા બનેલો આ કિસ્સો આપણા સભ્ય સમાજ માટે ચોંકાવનારો છે.
First published: March 12, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading