રાજકોટ અગ્નિકાંડ: જવાબદાર પાંચ નામાંકીત ડોક્ટરો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો, થશે હવે ધરપકડ

રાજકોટ અગ્નિકાંડ: જવાબદાર પાંચ નામાંકીત ડોક્ટરો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો, થશે હવે ધરપકડ
પાંચ જવાબદાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો

પાંચ આરોપીની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે કબજે કરેલ સીસીટીવી માટેનું ડી વી આર ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું છે

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ ઉદય શિવાનંદ અગ્નિકાંડ મામલે આજ રોજ 304(અ) અંતર્ગત ગુનોદાખલ કરવામાં આવ્યો છે. આ મામલે SIT અધ્યક્ષ મનોહર સિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અગ્નિકાંડ મામલે અનેક ખુલાસા કરી, જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાની માહિતી આપી છે.

SIT અધ્યક્ષ મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું કે, તમામ જવાબદાર વિરુદ્ધ 304(અ) અંતર્ગત આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોડી રાત્રે 12:22 આ આગજનીનો બનાવ બનવા પામ્યો હતો. જવાબદારો વિરુદ્ધ કલમ 114 પણ ઉમેરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે, આઇસીયુ વોર્ડ નું ઇમરજન્સી એક્ષીટ બંધ હાલતમાં હતું. દરવાજા પાસે મશીનરીની આડશથી અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. હાલમાં રાજકોટનાં નામાંકિત ડોકટર પ્રકાશ મોઢા, વિશાલ મોઢા અને તેજસ કરમટાના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.તેમણે આ અંગે ખુલાસો કરતા કહ્યું કે, આઇસીયુ વોર્ડમાં વેન્ટીલેશન ન હોવાના કારણે ધુમાડો થયેલો હતો, ત્યારે સેનેટાઈઝર જેવા જ્વલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા. ઇમરજન્સી સમયે હોસ્પિટલમાંથી બહાર જવા માટે કોઈ ઇમરજન્સીનો દરવાજો ન હતો. ફકત ચાર ફૂટની પહોળાઈ ધરાવતા પગથિયાં વાટે ચડવા ઉતરવાની વ્યવસ્થા હતી. આઇસીયુના દરવાજાની પહોળાઈ ત્રણ ફૂટ ચાર ઇંચ જેટલી હતી. મેડિકલ સ્ટાફ ને કોઈ પણ જાતની ફાયર સેફ્ટી બાબતની તાલીમ પણ આપવામાં આવી ન હતી. મેડિકલ સ્ટાફ તાલીમ ના અભાવે ફાયર સાધનોનો ઉપયોગ કરી શક્યા નહોતા.. જોકે, તમામ આરોપીઓ વિરૂદ્ધ જે કલમ લગાડવામાં આવેલ છે તે તમામ કલમ જામીન લાયક છે.

સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર બે અકસ્માત, ચોટીલા જતા પદયાત્રી યુવાનનું સ્થળ પર જ કરૂણ મોત

સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર બે અકસ્માત, ચોટીલા જતા પદયાત્રી યુવાનનું સ્થળ પર જ કરૂણ મોત

આ સિવાય ઈવેક્યુશન પ્લાન બનાવવામાં આવ્યો ન હતો. ઓટોમેટિક સ્પ્રિંકલ સિસ્ટમની વ્યવસ્થા પણ ન હતી. હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં નહોતી આવી. જોકે, ફાયર બ્રિગેડે 10 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો. હોસ્પિટલ તરફથી માત્ર ફાયરને જાણ કરવામાં આવી હતી. હાલ કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટનાં નામાંકિત ડોકટર પ્રકાશ મોઢા, વિશાલ મોઢા અને તેજસ કરમટા, ડો તેજસ મોતિવારસ, ડો દિગ્વિજય સિંહ જાડેજા. ડો. વિશાલ મોઢાએ કોવિડ હોસ્પિટલ માટે મંજૂરી માંગી હોવાથી તે નિર્ણય લેનાર છે.

જામનગર: પત્ની કરતી હતી રંગરલીયા, છૂપાઈને બેઠેલા પતિએ કઢંગી હાલમાં જ પ્રેમીને પતાવી દીધો

જામનગર: પત્ની કરતી હતી રંગરલીયા, છૂપાઈને બેઠેલા પતિએ કઢંગી હાલમાં જ પ્રેમીને પતાવી દીધો

આ મામલે DCP જાડેજાએ જણાવ્યું હતું કે, પાંચ આરોપીની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે કબજે કરેલ સીસીટીવી માટેનું ડી વી આર ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું છે. હજુ આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી થયું. જોકે, એફે.એસ.એલના અધિકારીઓ દ્વારા આઇસીયુ માંથી 13 નમૂના લેવામાં આવ્યા છે. દરેક બેડ પાસે દર્દીને ફરતે પડદા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે સીસીટીવીમાં કઈં સ્પષ્ટ જણાઈ રહ્યું નથી. આવતીકાલે આરોપીઓ ના ટેસ્ટ નેગેટિવ આવતા તેમની ધરપકડ કરવામાં આવશે.
Published by:kiran mehta
First published:November 29, 2020, 21:06 pm