Home /News /kutchh-saurastra /

રાજકોટ હનીટ્રેપ કેસ: આરોપીઓએ કર્યા ચોંકાવનાર ખુલાસા, મુખ્ય આરોપી મનીષા અને અશ્વિન ફરાર

રાજકોટ હનીટ્રેપ કેસ: આરોપીઓએ કર્યા ચોંકાવનાર ખુલાસા, મુખ્ય આરોપી મનીષા અને અશ્વિન ફરાર

ફાઈલ તસવીર

ફરિયાદીએ ફ્રેન્ડશીપ બાબતની હા પાડતા મનીષાએ તેને માધાપર ચોકડી પાસે મળવા બોલાવ્યો હતો. મનીષાને બાઈકમાં બેસાડીને તે માધાપર ચોકડી થી મોરબી રોડ બાયપાસ નજીક આવેલા પોતાના ફ્રેન્ડના ખાલી મકાને લઈ જતો હતો.

રાજકોટ: શહેરના ગાંધીગ્રામ પોલીસ (Gandhigram police) દ્વારા હનીટ્રેપ (honeytrap) મામલે બે આરોપીઓની (two accused) ધરપકડ કરી લેવામાં આવી છે. બંને આરોપીઓને કોર્ટમાં (court) રજૂ કરતાં નામદાર કોર્ટ દ્વારા બે દિવસના જામીન મંજુર કરવામાં આવ્યા છે. ત્યારે રિમાન્ડ દરમિયાન ગાંધીગ્રામ પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આરોપીઓએ બે મહિના અગાઉ કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભુપગઢ ગામે અન્ય હની ટ્રેપ ના બનાવને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે.

સમગ્ર મામલે news18 ગુજરાતી સાથેની વાતચીતમાં ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ગાંધીગ્રામ પોલીસને હની ટ્રેપ મામલે ફરિયાદ મળી હતી. જે ફરિયાદ મળતાની સાથે જ પોલીસ દ્વારા ટોળકી દ્વારા અન્ય કોઈ લોકોને ભોગ બનાવવામાં આવ્યા હોય તો તે પ્રકારના લોકો પોલીસનો સંપર્ક કરે તે પ્રકારની અપીલ કરવામાં આવી હતી.

જે અપીલ ને ધ્યાને લઇ મોરબીના વધુ એક ભોગ બનેલા વ્યક્તિ ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેમને જણાવ્યું હતું કે બે મહિના અગાઉ તેમની સાથે પણ આ જ ટોળકી દ્વારા ભુપગઢ ગામે હનીટ્રેપનો બનાવ આચરવામાં આવ્યો હતો. ટોળકીમાં મુખ્ય આરોપી તરીકે મનીષા અને અશ્વિન પણ સામેલ હતા. ત્યારે હાલ પોલીસ દ્વારા મુખ્ય આરોપી મનીષા અને અશ્વિનની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

ત્યારે પોલીસને હજુ પણ શંકા છે કે મુખ્ય આરોપી મનીષા અને અશ્વિન મળી આવી એ વધુ ગુના અંગે બંને આરોપીઓએ કબૂલાત આપશે. ત્યારે આરોપીઓ વધુ કેટલાક હનીટ્રેપ ના ગુના અંગે કબૂલાત આપશે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે  અગાઉ પણ યુનિવર્સિટી પોલીસ દ્વારા હનીટ્રેપ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. હનીટ્રેપનું રેકેટ ચાલતું હતું તે રેકેટનો પણ પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. અત્યારે હજુ પણ લોકોને અપીલ કરીએ છીએ કે જે કોઈપણ અશ્વિન અને મનીષાની ટોળકીનો ભોગ બન્યા હોય તે લોકો પોલીસ સમક્ષ આવે અને તેમના વિરુદ્ધ પોતાની ફરિયાદ નોંધાવે.

આ પણ વાંચોઃ-જન્મદિવસની પાર્ટીમાં થઈ મોટી બબાલ, ઢાબા ઉપર મારામારી દરમિયાન બર્થ ડે બોયનું મોત

આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સિક્યુરિટી સંચાલક બન્યો હતો હની ટ્રેપનો શિકાર
રાજકોટ શહેરમાં સિક્યુરિટી એજન્સીના સંચાલક હનીટ્રેપના બનાવમાં ફસાયો હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ શહેરના જામનગર રોડ પર અવધ રેસીડેન્સી મહેતા મૂળ બિહારના રાજને ( નામ બદલાવેલ છે ) ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોતે હનીટ્રેપનો શિકાર થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની સિક્યુરિટીમાં 50 સિક્યુરિટી ગાર્ડ નોકરી કરે છે. 10 માર્ચના રોજ બે વાગ્યે બાઈક લઈને તે ગાર્ડ ચેક કરવા નીકળ્યો હતો. આ સમયે તેના મોબાઇલમાં ફોન કરનાર યુવતીએ પોતાની ઓળખ મનીષા તરીકે આપીને ફ્રેન્ડશીપ કરવી છે તેવી વાત કહી હતી. બીજી તરફ ફરિયાદીએ ફ્રેન્ડશીપ બાબતની હા પાડતા મનીષાએ તેને માધાપર ચોકડી પાસે મળવા બોલાવ્યો હતો. મનીષાને બાઈકમાં બેસાડીને તે માધાપર ચોકડી થી મોરબી રોડ બાયપાસ નજીક આવેલા પોતાના ફ્રેન્ડ ના ખાલી મકાને લઈ જતો હતો. ત્યારે રસ્તામાં જ adb hotel પાસે ત્રિપલ સવારી બાઇકમાં આવેલા ત્રણ શખ્સો પૈકી એક શખ્શે ફરિયાદીને પૂછ્યું હતું કે મારી બહેનને ક્યાં લઈ જાય છે ?

ત્યારબાદ યુવતીના ભાઇ તરીકે ઓળખ આપનાર વ્યક્તિ યુવતીને પોતાની પાછળ બેસાડી લઈ ગયો હતો. બાદમાં બી જેટલા આરોપી દિલીપ અને અનિલે યુવકને તમાચા મારી સોખડા રોડ ઉપર નાકરાવાડી ટેકરી પાસે મંદિર નજીક અવાવરુ ઓરડીમાં લઈ જઇ અને મોબાઈલ પડાવી લીધા હતા.

દરમિયાન યુવતીને લઈ જનાર ત્રીજો સ્ખસ ત્યાં આવી ગયો હતો અને પોલીસને હવાલે કરવાનો ભય બતાવી રૂપિયા અઢી લાખની માગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદી એ આટલી પૈસાની વ્યવસ્થા ન હોવાનું કહેતા ત્રિપુટીએ તેને મારી નાખવાની ધમકી આપી હતી.ક્રેડિટ કાર્ડમાંથી જેટલા પૈસા નીકળે એટલા ઉપાડી લેવાના ઈરાદે અનિલ અને દિલીપે તેને બાઈક માં બેસાડી સૌપ્રથમ બેડી અને ગ્રીનલેંડ ચોકડી વચ્ચે આવેલા પેટ્રોલપંપ પર લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરિયાદીએ પેટ્રોલ પંપના કર્મચારીને ટૂંકી વિગત કહી તેની પાસેથી બળજબરી થી પૈસા કઢાવવા લવાયો છે તેમ કહેતાં કંપનીના કર્મચારીએ સો નંબર ઉપર ફોન કરીને પોલીસને બોલાવી લેતા હતા આરોપીઓને બી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા હતા.
Published by:ankit patel
First published:

Tags: Gujaratinews, Honey trap, ગુજરાત, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन