મોરબીના યુવાનો લલના સાથે રાત વિતાવવાના ચક્કરમાં એવા તે ફસાયા કે લેવી પડી પોલીસની મદદ

મોરબીના યુવાનો લલના સાથે રાત વિતાવવાના ચક્કરમાં એવા તે ફસાયા કે લેવી પડી પોલીસની મદદ
પ્રતીકાત્મક તસવીર

રાજકોટની દીવ્યાના ચક્કરમાં ફસાયો દીપક: એક રાત માટે 10,000નો ભાવ નક્કી કરીને બે મિત્રો મોજ કરવા જતાં ફસાયા

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરમાં એક સપ્તાહની અંદર હનીટ્રેપ (Rajkot honey trap case)ની બીજી ફરીયાદ નોંધાવા પામી છે. રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન (Kuvadava police station)માં દંપતી સહિત ચાર વ્યક્તિ વિરુદ્ધ હનીટ્રેપ અને અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓની અટકાયત (Detained) કરી છે. બે મિત્રોએ 10 હજાર રૂપિયામાં એક છોકરી સાથે રાત (10K for one night) વિતાવવાનો ભાવ નક્કી કર્યો હતો. જે બાદમાં કાર (Car) લઈને છોકરીને મળવા જતાં બને હનીટ્રેપનો શિકાર બન્યા હતા. ઉલ્લેખનીય છે કે હજુ ત્રણ દિવસ પૂર્વે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેંસ ખરીદવાના બહાને ખેડૂતને વાડી વિસ્તારમાં બોલાવીને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. જેમાં તેની પાસે પ્રથમ 15 લાખ અને ત્યારબાદ 10 લાખમાં સેટલમેન્ટ થવા પામ્યું હતુ. સમગ્ર મામલે ભોગ બનનાર ખેડૂતે પોલીસને જાણ કરતાં આજીડેમ પોલીસ દ્વારા દંપતી સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

હવે હનીટ્રેપની બીજી ફરિયાદ રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સમગ્ર મામલે કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી વાળાએ News18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારા માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કંટ્રોલરૂમ તરફથી મળેલા મેસેજના આધારે દંપતી સહિત ચાર વ્યક્તિ વિરુદ્ધ હનીટ્રેપ તથા અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે વિજયભાઈ બાબુભાઈ ઉર્ફે નાગાજણભાઇ, ગુણવંતભાઈ રાજુભાઈ મકવાણા, દિવ્યાબેન ગુણવંતભાઈ મકવાણા તેમજ અશોક કોળી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.આ પણ વાંચો: રાજકોટ: પરિણીતાએ જણાવી આપવીતી, લગ્નની પ્રથમ રાત્રિએ જ થયો કડવો અનુભવ

સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો, મૂળ મેંદરડાના વતની અને હાલ મોરબીમાં રહેતા દીપક સંજયભાઈ ગાજીપરાનો સંપર્ક રાજકોટની દિવ્યા સાથે થયો હતો. પોલીસ પૂછપરછમાં દીપકે દિવ્યાના નંબર પોતાના કોઈ મિત્ર પાસેથી મળ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસ સૂત્રોનું માનીએ તો દીપક સંજયભાઈ ગાજીપરાને દિવ્યાનો નંબર બન્યા બાદ બંને એકબીજાના સંપર્કમાં હતા. દીપક સાથેની વાતચીતમાં દિવ્યાએ પોતે મોજ માટે છોકરીઓની વ્યવસ્થા કરી આપતી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ત્રણ જણા વચ્ચે એક નાઈટનો ભાવ 15,000 રૂપિયા સુધીનો હોવાનું દિવ્યાએ જણાવ્યું હતું. જોકે, દીપકે 10,000 રૂપિયા કહેતા દિવ્યા માની ગઈ હતી.

આરોપી.


જે બાદમાં દિવ્યાએ દીપકને કેટલાક ફોટા WhatsAppથી મોકલી આપ્યા હતા. સાથે જ આ ફોટોમાંથી કોઈ એક છોકરી પસંદ કરવા જણાવ્યું હતું. છોકરી પસંદ થયા બાદ તેમજ નાઈટના 10,000 રૂપિયા નક્કી થયા બાદ તારીખ 13 ડિસેમ્બરના રોજ સાંજે પાંચેક વાગ્યાની આસપાસ દીપક અને તેનો મિત્ર શૈલેષ કાર લઈને રાજકોટ આવ્યા હતા. ફોન પર દિવ્યા તરીકે વાત કરનાર યુવતીએ પોતે મોરબી રોડ ચોકડી પાસે આવશે તેવું જણાવ્યું હતું. અહીં પહોંચી દિવ્યાને ફોન કરતા તે રિક્ષામાં આવી પહોંચી હતી અને ત્યારબાદ દીપક અને શૈલેષ જે કાર લઇને આવ્યા હતા તે કારમાં બેસી ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ: 'મારા પતિ મને અવારનવાર 'સ્વાયપિંગ' માટે દબાણ કરતા હતા,' મહિલાની ફરિયાદ

જે બાદમાં કાર મોરબી રોડ જકાતનાકાથી આગળ બેડી ફાટક પાસે આવેલા કાચા રસ્તે લઈ જવામાં આવી હતી. જે બાદમાં અચાનક ત્રણ જેટલા અજાણ્યા વ્યક્તિ તે જગ્યાએ આવી પહોંચ્યા હતા અને અહીં શું કરો છો? અમારી ખાનગી જગ્યા છે. દારૂ તો નથી પીધો ને? તેમ કહી દીપક અને શૈલેષ નામ મોઢાં સુંઘ્યા હતા. ત્રણ શખ્સો પૈકી એક શખ્સે 'અમારા ખેતરના કૂવા અંદરની પાંચ પાણીની મોટર ચોરાઈ ગઈ છે, જે તમે જ લઈ ગયા છો' એવો આરોપ મૂકી બે લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી.જે બાદમાં દિવ્યા તરીકે ઓળખ આપનાર યુવતીને ત્રણ પૈકી એક વ્યક્તિ પોતાની પાછળ એક્ટિવામાં બેસાડીને નીકળી ગયો હતો જ્યારે બીજા બે વ્યક્તિઓએ પૈસા તો આપવા જ પડશે તેમ કહી શૈલેષ ને લાફો પણ માર્યો હતો. આટલું જ નહીં, છરી કાઢી ધમકી આપી બે લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. જે બાદમાં ડરી ગયેલા દીપકે એકાદ લાખની વ્યવસ્થા થઈ જશે તેમ કહેતા બંને શખ્સોએ તેને પોતાની સાથે ટુ વ્હીલરમાં બેસાડ્યો હતો અને મિત્ર શૈલેષને કાર લઇ આગળ રોડ પર જઈ એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટ મનપામાં વહીવટદારનું 'રાજ', કૉંગ્રેસ ચૂંટણી પ્રચારમાં BJPનો ભ્રષ્ટાચાર ગણાવશે, ભાજપ કરશે વિકાસની વાત

જે બાદમાં ટુ-વ્હીલરમાં બેસાડનાર બંને શખ્સોએ દીપકના ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢી લીધા હતા. જે બાદ હડમતીયા સ્ટેશન તરફ લઈ જઈ એટીએમનો ઉપયોગ કરાવી બીજા દસ હજાર રૂપિયા પણ ઉપાડી લીધા હતા. સાથે જ દીપકને સ્પીકર મોડ પર ફોન ચાલુ રાખવી જુદા જુદા મિત્રોને ફોન કરી એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપવા માટે પણ કહ્યું હતું. આરોપીઓએ દીપકને પોતાના સગાને અકસ્માત નડ્યો હોય હૉસ્પિટલના કામે તાત્કાલિક પૈસાની જરૂર હોય તેવું ખોટું બોલવા મજબૂર કર્યો હતો.

બીજી તરફ શૈલેષે સમયસૂચકતા વાપરી પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને છટકું ગોઠવ્યું હતું. પોલીસે શૈલેષ પાસે દીપકને ફોન કરાવીને પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે અને બેડીયાર્ડ પાસે આવી જવા જણાવ્યું હતું. પોલીસના છટકાથી અજાણ બને શખ્સો દીપકને લઈને બેડીયાર્ડ પાસે આવી પહોંચ્યા હતા. પોલીસે બંનની ધરપકડ કરીને દીપકને મુક્ત કરાવ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:December 14, 2020, 15:06 pm

ટૉપ ન્યૂઝ