રાજકોટ : પ્રોફેસરે વિદ્યાર્થિીનીની છેડતી બાદ કોલેજમાં વિદ્યાર્થીઓનો હંગામો

News18 Gujarati
Updated: April 8, 2019, 1:15 PM IST
રાજકોટ : પ્રોફેસરે વિદ્યાર્થિીનીની છેડતી બાદ કોલેજમાં વિદ્યાર્થીઓનો હંગામો
કોલેજ ખાતે હોબાળા બાદ પોલીસ બોલાવવી પડી હતી

વિદ્યાર્થીઓએ હંગામો કર્યા બાદ કોલેજના સંચાલકો દોડી આવ્યા હતા અને સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ સાંઇનાથ હોસ્પિટલ ખાતે શનિવારે કોલેજના એક પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાના આક્ષેપ બાદ સોમવારે કોલેજના વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ કોલેજના કેમ્પસ ખાતે એકઠા થઈ ગયા હતા. જેના પગલે કોલેજના સંચાલકોએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જેમની સામે આરોપ લાગ્યા છે તે ડો. ભાસ્કર ભટ્ટે તેમને સામે લાગેલા તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા તેમજ આ મામલે પોલીસ ફરિયાદ થશે તો તમામ સહકાર આપવાની વાત કરી છે.

રાજકોટના ગોંડલ રોડ પર આ કોલેજ આવી છે. આ કોલેજ પારુલ યુનિવર્સિટી સંચાલિત છે. વિદ્યાર્થીઓએ હંગામો કર્યા બાદ કોલેજના સંચાલકો દોડી આવ્યા હતા અને સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, "કોલેજની એક વિદ્યાર્થિનીની પ્રોફેસરે છેડતી કરી હોવાની ફરિયાદ સાથે કોલેજના વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રગટ કરી રહ્યા છે. કોઈ પ્રકારની અનિચ્છિનિય ઘટના ન બને તે માટે અમે બંદોબસ્ત મૂક્યો છે. અમે પીડિત યુવતી તેમજ તેના માતાપિતાને પ્રોફેસર સામે કાયદેસરની ફરિયાદ કરવી હોય તો તે માટેની સમજ આપી છે. કોલેજ પણ આવી ફરિયાદ મળ્યાં બાદ ખાતાકીય તપાસ કરી રહી છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રોફેસરના કોલેજ પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે."

કોલેજ ખાતે હંગામા બાદ પોલીસ દોડી આવી હતી.


ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા ડો. ભાસ્કર ભટ્ટે જણાવ્યું હતું કે, "હું શરૂઆતથી કોલેજ સાથે જોડાયેલો છું. મારા પર જે આક્ષેપ થયા છે તે પાયોવિહોણા છે. ટ્રસ્ટીઓએ મને કોલેજના શિસ્તપાલનની જવાબાદરી આપી છે. આ દરમિયાન કોઈ વિદ્યાર્થિનીને ખોટું લાગી ગયું હોય તો તેણીએ આવો ખોટો આક્ષેપ કર્યો હોઈ શકે છે. જો મારી સામે કાયદેસરની કાર્યવાહી થશે તો હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ."

ડો. ભાસ્કર ભટ્ટ
કોલેજ તરફથી કોઈ સૂચના મળી હોવા તેમજ વાલીઓ સાથે કોઈ વાતચીત થઈ હોવા અંગે ડો. ભટ્ટે જણાવ્યું હતું કે, "કોલેજ તરફથી મને કોઈ સૂચના આપવામાં આવી નથી. હાલના તબક્કે વાલીઓ સાથે પણ મારે કોઈ વાતચીત નથી થઈ. આ મુદ્દે વાતચીતથી સમાધાન આવી શકે છે. આજે મારી તબિયત બરાબર ન હોવાથી હું કોલેજ નથી ગયો."
First published: April 8, 2019, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading