રાજકોટ: અહો આશ્ચર્યમ! હોમગાર્ડ કમાન્ડન્ટ વાયર ચોરી કરતા ઝડપાયા
રાજકોટ: અહો આશ્ચર્યમ! હોમગાર્ડ કમાન્ડન્ટ વાયર ચોરી કરતા ઝડપાયા
હોમ ગાર્ડનો જવાન ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયો.
ભાજપ(Bhajap) આગેવાન અને પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારાવડાળી રોડ ઉપર રહેતો અને સિનેમા રોડ પર દૂધની ડેરી(Milk Dairy) ધરાવતા તેમજ ચોરી(Theft) કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ(Rajkot) : ભાજપ(Bhajap) આગેવાન અને પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારાવડાળી રોડ ઉપર રહેતો અને સિનેમા રોડ પર દૂધની ડેરી(Milk Dairy) ધરાવતા તેમજ ચોરી(Theft) કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે આ ઘટના સીસીટીવીમાં (CCTV)કેદ થતા તેમણે વાયર(Wire) પરત કરવો પડ્યો હતો. સાથે જ તેમની અને ભાજપની(BJP) આબરૂનું જાહેરમાં લીલામ થયું હતું. ત્યારે હવે હાઇકમાન્ડ( High Command )દ્વારા આ મામલે ક્યારે અને શું પગલાં લેવાય છે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.
સમગ્રમામલે માહિતી મુજબ , ભાયાવદરનાં રહીશ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ રતિલાલ હીરાભાઈ સથવારાએ વાયરની ચોરી કરી હતી. નવા બસ સ્ટેન્ડ પાસે પટેલ સેવા સમાજમાં ખુશી મંડપ સર્વિસ વાળાનું લાઇટિંગનું કામ ચાલુ હતું. દરમિયાન ત્યાં રહેલા વીજ વાયરના જથ્થા ઉપર રતિલાલની નજર પડી હતી. અને તેઓ આ વાયર થેલીમાં નાખી ત્યાંથી નીકળી ગયા હતા.
આ અંગે ભાજપના શહેર પ્રમુખ અતુલભાઈ વાછાણીએ જણાવ્યું હતું કે, વાયર સેરવી લેવાની ઘટના અમારી પાસે આવી ગઈ હતી અને આ અંગે અમે ભાજપના હાઇકમાન્ડને જાણ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં તેને ભાજપમાંથી હાંકી કાઢવાની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવશે. જો કે ચોરી કરવી એ ફોજદારી ગુનો હોવા છતાં હજુ આ મામલે કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેને લઈ તેમની પૂછપરછ કરતા છોભીલા પડ્યા હતા. અને તેણે આ અંગે લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, મને એમ હતું કે, જીઇબીનો વાયર છે અને મારા ઘરે ફ્રીજમાં થોડા વાયરની જરૂર હતી એટલે મેં લીધો હતો. પણ વાયર જીઈબીનો હોય તો પણ ભાજપ આગેવાને ચોરી કરી એ તો હકીકત છે. જેને લઈને તેમનાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક ભાજપ આગેવાનો પણ કરી રહ્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર